આરોપ:ભાજપે કેન્દ્રીય યંત્રણાની ધાક બતાવી વિધાનસભ્યો ફોડ્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરાજય પછી સંજય રાઉતનો આરોપ

મહાવિકાસ આઘાડી પાસે જીત માટે જરૂરી સંખ્યાબળ હોવા છતાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે અપક્ષ અને નાના પક્ષના વિધાનસભ્યોને ફોડીને મહાવિકાસ આઘાડીને ધૂળ ચટાડી ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા. ચૂંટણી ટાણે જ ફડણવીસને કોરોના લાગુ થયો હોવા છતાં શાંતિ રાખવાના સમયમાં પણ તેમણે વધુ પરસેવો પાડ્યો હતો, જેનું ફળ ભાજપને મળ્યું છે એમ કહેવાય છે.ફડણવીસની ચાણાક્ષ નીતિ, ચૂંટણીના સમયમાં રચેલા દાવપેચ, ભાજપની સુયોગ્ય રણનીતિને જોરે ત્રણેય બેઠક પરથી જીત મેળવી.

ભાજપે કરેલા આ કરેક્ટ કાર્યક્રમ પછી સંજય રાઉતે હતાશાભરી પ્રતિક્રિયા આપી. અમારાં ચૂંટણીચિહન પર ચૂંટાઈ આવેલા વિધાનસભ્ય સહિત અમુક અપક્ષ અને નાના પક્ષના વિધાનસભ્યો ફૂટી ગયા. તેમને લાલચ બતાવવામાં આવી હતી. અમુકને કેન્દ્રીય યંત્રણાની ધાક બતાવવામાં આવી હતી, અમુક સાથે કોઈક વ્યવહાર કરાયા હતા. આ બધંત ઠીક છે. આજે તેઓ જીતી ગયા છે.

આવતીકાલે અમે જોઈશું. ચૂંટણીઓ તો ચાલતી રહે છે, એમ રાઉતે જણાવ્યું હતું.ભાજપે બેઠક જીતી છે પરંતુ હું તેમની જીતને માનવા તૈયાર નથી. પ્રથમ પસંદગીના સૌથી વધુ 33 મત સંજય પવારના છે, જ્યારે ભાજપના મહાડિકને પ્રથમ ક્રમના 27 મત છે. બીજી પસંદગીના આંકડાઓ પર મહાડિક જીત્યા એ કબૂલ છે, પરંતુ ભાજપની જંગી જીત થઈ છે એ ચિત્ર સાથ જૂઠ છે. મારો મત બાદબાકી કરાવ્યો. ચૂંટણી પંચ પર દબાણ લાવીને આ તે કાંઈ જીત છે? એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...