વર્લ્ડ રેકોર્ડ બનાવવા પ્રક્રિયા:અમરાવતી-અકોલા 75 કિમીનો રસ્તો 108 કલાકમાં તૈયાર થશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ રેકોર્ડ બનાવવા પ્રક્રિયા અને રસ્તાનું કામ ચાલુ

અમરાવતીથી અકોલા જવું હોય તો કમર ભાંગી જશે એવો ડર પ્રવાસીઓને હંમેશા રહે છે. આ નેશનલ હાઈવે એટલો ખરાબ હતો કે પ્રવાસીઓને કંટાળો આવતો હતો. પણ હવે ફક્ત પાંચ દિવસમાં આ રોડ પર સ્કેટિંગ કરી શકાશે એવો જબરદસ્ત રસ્તો તૈયાર કરવાનું કામ શુક્રવારથી શરૂ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ નિમિત્તે રસ્તો બનાવવાનો એક ઐતિહાસિક, વૈશ્વિક વિક્રમ બનવાનો છે.

કોંક્રિટીકરણ સહિત દુનિયામાં સૌથી લાંબો અને અખંડ અમરાવતીથી અકોલા રસ્તાની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાય એ માટે અમરાવતીમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમરાવતીથી અકોલા વચ્ચે નેશનલ હાઈવે નંબર 6 પર અમરાવતીના લોણીથી અકોલાના મુર્તીજાપુર સુધી એક તરફની બે લેનમાંથી ફોર લેનનું કામ 3 થી 7 જૂન દરમિયાન કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે જે શરૂ થયું છે.

નેશનલ હાઈવે પર અમરાવતીથી અકોલા જિલ્લાના ફોર લેનના કામને ઝડપી બનાવવાની દષ્ટિએ 3 જૂનના સવારના 6 વાગ્યાથી શરૂ થયેલ બિટુમિનસ કોંક્રિટના વિશ્વના સૌથી લાંબા રસ્તાનું કામ 728 કર્મચારીઓ સાથે શરૂ થયું છે જે 7 જૂનના સાંજે 5 વાગ્યે પૂરું થશે. આ પ્રયોગ સફળ થશે તો એની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં થશે.

રાજપથ ઈન્ફ્રાકોનનો આ પ્રયત્ન ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના સંપૂણ નિયમ અને ધોરણ અનુસાર થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈંડિયા દ્વારા આ પ્રકલ્પ કરાર અનુસાર એની દેખરેખ હેઠળ પૂરો કરવામાં આવશે. અમરાવતીથી અકોલાના રોડની હાલત જોતા આ નિર્ણય મહત્વનો છે. એક નોખી જાતનો પ્રયોગ આ નિમિત્તે થઈ રહ્યો છે. આ રીતે વિક્રમજનક સમયમાં કામ પૂરું કરવું શક્ય થશે તો રસ્તાઓના કામ ઝડપથી પૂરા કરવા શક્ય થશે.

અન્ય સમાચારો પણ છે...