ભાસ્કર વિશેષ:થાણે રેલવે સ્ટેશનને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળ્યો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1200 કિલો લિટર રિયુઝેબલ વોટર અને 100 કિગ્રા કમ્પોસ્ટ ઊપજાવશે

સેન્ટ્રલ રેલવે દ્વારા બુધવારે થાણે રેલવે સ્ટેશનના સંકુલમાં નવું સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાયું હતું. પ્લાન્ટ થાણે રેલવે સ્ટેશન સંકુલો, થાણે ખાતે રેલવે કોલોની, ઓફિસો, હોસ્પિટલ અને ઈન્સ્ટિટયૂટ દ્વારા દરેજ ઊપજાવવામાં આવતું 45 કિલોલિટર સીવેજને ટ્રીટ કરશે.

સીવેજ પ્લાન્ટનું ઉદઘાટન સાંસદ શ્રીકાંત શિંદે, થાણેના માજી મેયર નરેશ મ્હસ્કે અને ડીઆરએમ (મુંબઈ ડિવિઝન) સેન્ટ્રલ રેલવે રજનીશ ગોયલ દ્વારા કરાયું હતું. આ સમયે થાણે મહાપાલિકાના એડિશનલ કમિશનર સંદીપ માળવી, અભિનેત્રી વર્ષા ઉસગાવકર, વિટાબાયોટિક્સના વાઈસ પ્રેસિડેન્ટ રોહિત શેલતકર, એસટીપી પ્રોજેક્ટ પાછળની કંપની એમઓપીએલનાં ડાયરેક્ટર રાજેશ તાવડે અને ઉમા કાલેકર હાજર હતાં.

ગોયલે જણાવ્યું હતું કે, “આ પ્લાન્ટ પર્યાવરણ સક્ષમતા તરફ પગલાં લેવાનો ભારતીય રેલવેનો ભાગ છે. પ્લાન્ટ થાણે સેન્ટ્રલ રેલવે સંકુલને શૂન્ય કચરો, શૂન્ય ગંદા પાણીનું એકમ બનાવે છે. આ સંકુલ હવે પહેલા જ સીવેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર ધરાવતી થાણે મહાપાલિકા પર બોજ નહીં બનશે. પ્લાન્ટ મહાપાલિકાના પાણીનો ઉપભોગ 60 ટકા સુધી ઓછો કરશે. ઉપરાંત તે મહિને આશરે 100 કિગ્રા કમ્પોસ્ટ પેદા કરશે, જે અમારા બગીચાઓ અને નિવાસી કોલોનીઓમાં ઉપયોગ કરાશે.”

મેયેર ઓર્ગેનિક્સ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમ હેઠળ નિર્મિત આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સીવેજને ટ્રીટ કરવા માટે ઉચ્ચ અસરકારક એમબીબીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ ટેકનોલોજી સીવેજને સ્વચ્છ ઉપયોગક્ષમ પાણી અને સમૃદ્ધ કમ્પોસ્ટમાં ફેરવવા માટે લાખ્ખો જીવાણુઓનો સમાવેશ ધરાવતી બાયો- ફિલ્મ્સના હજારો સ્તરનો ઉપયોગ કરશે.

45 કિલોલિટર પાણીની બચત: શેલતકરે જણાવ્યું હતું કે, “સક્ષમ જીવન પ્રત્યે કટિબદ્ધ અમે જાણીએ છીએ કે પર્યાવરણીય પ્રદૂષણ બાયોટેકનોલોજી, જીવાણુ અને અન્ય માઈક્રોબ્સના ઉપયોગથી અત્યંત અસરકારક રીતે નાથી શકાય છે. એમબીબીઆર ટેકનોલોજી સીવેજ ટ્રીટ કરવા માઈક્રોબ્સનો ઉપયોગ કરે છે.

પ્લાન્ટ રોજ શહેરનું 40થી 45 કિલોલિટર પાણી બચાવશે અને દર મહિને શહેરના ઉપયોગ માટે 100 કિગ્રા નૈસર્ગિક કમ્પોસ્ટ ઊપજાવશે. તે શહેરોમાં સીવેજ ટ્રીટમેન્ટ અને પાણીના ઉપભોગ પરનો બોજ ઓછો કરવાનું મોડેલ છે. આ બંને લાભો કોઈ પણ શહેરની ઈકોસિસ્ટમ, સંસાધનો અને તેના નિવાસીઓના સ્વાસ્થ્ય માટે પરિવર્તનકારી છે.”

પાણી અને કમ્પોસ્ટનો ઉપયોગ
થાણે રેલવે સ્ટેશન બાગાયતી કામો, પ્લેટફોર્મ અને રેક્સ ધોવા માટે, ટોઈલેટ્સમાં અને પીવાનું પાણી આવશ્યક નહીં હોય તેવી પ્રવૃત્તિઓમાં 40 કેએલડી રિસાઈકલ કરેલા પાણીનો ઉપયોગ કરશે. પ્લાન્ટમાંથી પેદા થનારું કમ્પોસ્ટ રેલવેના બગીચાઓ અને નર્સરીઓમાં ઉપયોગ કરાશે. તે બગીચાઓમાં ઉપયોગ માટે રેલવે કર્મચારીઓને ઉપલબ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...