સુવિધા:આજથી થાણે-મુંબઈ એરપોર્ટ પ્રીમિયમ બસ સેવા શરૂ થશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાણે કેડબરી જંકશનથી એરપોર્ટ સુધીના રૂ. 200

મોબાઈલ એપ આધારિત બેઠક આરક્ષિત કરનારી બેસ્ટની પ્રીમિયમ બસ સેવા મુંબઈ એરપોર્ટથી થાણે કેડબરી જંકશન સુધી શુક્રવારથી પ્રવાસીઓને સેવામાં આવશે. આ બસ સેવાનું ભાડું રૂ. 200 રહેશે. આ બસ માતા રમાબાઈ આંબેડકર ચોક અથવા મરોલ નાકા, ડો. દત્તા સામંત ચોક, ચાંદિવલી જંકશન, તુંગા વિલેજ, ડો. આંબેડકર ઉદ્યાન પવઈ, પંચકુટિર, આઈઆઈટી માર્કેટ, ટાગોરનગર જંકશન, કાંજુરમાર્ગ, વિલેજ, ભાંડુપ વિલેજ, ભાંડુપ પમ્પિંગ સેન્ટર, મીઠાગર, મેરેથોન ચોક, તીન હાત નાકા, લુઈસવાડી, કેડબરી જંકશન થાણે આ માર્ગે પ્રવાસ કરશે.

ગિરદીના સમયે બેસ્ટની બસોમાં થતી ગિરદી, સમયસર બસ ઉપલબ્ધ નહીં થવી જેવી સમસ્યાને ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમે મોબાઈલ એપ આધારિત બેઠક આરક્ષિત કરી શકાય તેવી એસી ઈલેક્ટ્રિક પ્રીમિયમ બસ સેવા 12 ડિસેમ્બરથી થાણેથી બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ અને બાંદરા કુર્લા કોમ્પ્લેક્સથી બાંદરા સ્ટેશન દરમિયાન શરૂ કરી. હાલમાં 26 પ્રીમિયમ બસ ચલાવવામાં આવી રહી છે, જે તબક્કાવાર વધારવામાં આવશે, એમ બેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું.દરમિયાન એસ-101 થાણેથી બીકેસી, એસ 102 બાંદરા સ્ટેશનથી બીકેસી, એસ 104 એરપોર્ટથી કફ પરેડ, એસ 107 થાણેથી પવઈ સુધી દોડશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...