એકનાથ શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે શિવસેનાના ભાજપ સાથે સંબંધ કેમ તૂટ્યા તે વિશે ચોંકાવનારી માહિતી આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધનું ઉદ્ધવ ઠાકરે જતન કરવા માગતા હતા, પરંતુ નારાયણ રાણેને કેન્દ્રીય મંત્રીપદ આપવાથી ઠાકરે નારાજ થયા અને સંબંધ બગડી ગયા હતા, એમ કેસરકરે જણાવ્યું હતું.
આદિત્ય ઠાકરેની બદનામી થયા પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદનો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું. શિંદે અને અન્ય વિધાનસભ્યો ઠાકરેને ભાજપ સાથે યુતિ કરવા તૈયાર કરવા પ્રયાસ કરતા હતા. ભાજપ અને શિવસેનામાં વાટાઘાટ ચાલતી હતી ત્યારે ભાજપના 12 વિધાનસભ્યોનું સસ્પેન્શન કરવામાં આવ્યું. આને કારણે ભાજપ અને શિવસેનાના સંબંધ વધુ બગડ્યા હતા.
આ પછી નારાયણ રાણેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા. તે સામે ઠાકરે નારાજ થયા. આથી શિવસેનાના અનેક કાર્યકરો પણ નારાજ થયા હતા. સુશાંત સિંહ આત્મહત્યા પ્રકરણમાં રાણેએ આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ કરીને બદનામી કરી હતી. ભાજપના ઘણા વિધાનસભ્યોને તે મંજૂર નહોતું. મેં પોતે આ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાત કરી હતી.
એક યુવાન નેતાની રાજકીય પ્રતિમા ખરાબ કરવાનું કામ કરાયું, એવો રાણે પર તેમણે આરોપ કર્યો હતો. ભાજપ અને શિવસેનાના સંબંધ સુધારવાની ઠાકરેની તૈયારી હતી, પરંતુ તે પછીની સમયમાં સમયને અભાવે તે થયું નહીં અને સંબંધ વધુ બગડ્યા, એમ કેસકરે જણાવ્યું હતું.
શિંદેને બાજુમાં રાખે તો ભાજપ સાથે યુતિ
કેસરકરે જણાવ્યું કે એકનાથ શિંદે સહિત અન્ય વિધાનસભ્યો ભાજપ સાથે યુતિ કરવા માટે તૈયાર હતા. આ માટે ઠાકરે પાસે માગણી પણ કરી હતી. જોકે તેમણે તે તરફ દુર્લક્ષ કર્યું હતું. આ પછી શિંદે જૂથ ગૌહાટીમાં પહોંચ્યા બાદ પણ શિવસેના અને ભાજપ વચ્ચે વાટાઘાટ ચાલુ હતી.
શિવસેના રહેવી જોઈએ
શિવસેના રહેવી જોઈએ એવો અમારો મત છે. જોકે કાર્યકરોને ભાવનાઓને ભડકાવવાનું યોગ્ય નથી. એકનાથ શિંદે બે નંબરના નેતા છે. તેમને બાજુમાં રાખવાનું યોગ્ય નથી. તેઓ સતત બોલતા હતા. ભાજપ સાથે જઈએ, પરંતુ તેવું નહીં થતાં આખરે તેઓ બહાર નીકળી ગયા હતા, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.