મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા સંદીપ દેશપાંડે પર હુમલાના સંબંધમાં બે જણની ધરપકડ કરી છે. બંનેને મુંબઈના ભાંડુપ વિસ્તારમાંથી હુમલાના એક દિવસ પછી ધરપકડ કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસે તુંરત તપાસ શરૂ કરી હતી. તપાસ માટે એક ખાસ ટુકડીની નિમણૂક પણ કરવામાં આવી હતી. તે પછી 4 માર્ચે બે જણની ધરપકડ કરવામાં આવી થછે.
સંદીપ દેશપાંડે હુમલા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા બેમાંથી એક અશોક ખરાત, શિવસેના મહારાષ્ટ્ર માથાડી જનરલ વર્કર્સ સેનાનો વાઇસ પ્રેસિડેન્ટ છે. તે ભાંડુપના કોંકણ નગર વિભાગનો રહેવાસી છે. ખરાતને શનિવારે સવારે સાડા સાત વાગ્યે ક્રાઇમ બ્રાંચ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 3 માર્ચે શિવાજી પાર્કમાં મોર્નિંગ વોક સમયે ચાર અજાણ્યા શખસે મનસેના જનરલ સેક્રેટરી સંદીપ દેશપાંડે પર હુમલો કર્યો હતો. ક્રિકેટ રમતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા સ્ટમ્પ્સ દ્વારા દેશપાંડે પર હુમલો કરાયો હતો. આ ચારેય શખસોએ તેમના ચહેરા કપડાથી ઢાંકી દીધા હતા. આરોપી જાણતા હતા કે સંદીપ દેશપાંડે શિવાજી પાર્કમાં સવારના ચાલવા આવે છે. હુમલા પછી આરોપીઓ નાસી ગયા હતા. ભૂતપૂર્વ નગરસેવક સંદીપ દેશપાંડેએ પોલીસ પાસે ફરિયાદમાં આદિત્ય ઠાકરે, વરુણ સરદેસાઇના સમર્થકો દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હોવાની વાત કહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.