કાપડ મેળો:મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજનનો કાપડ મેળો શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

143 વર્ષ જૂના મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ્સ મહાજને એમટીએમએમ્સ કાપડ ફેર-2નું ઉદઘાટન સિયારામ સિલ્ક મિલ્સના ચેરમેન રમેશ પોદારના હસ્તે સોમવારે થયું હતું. તા. 9 અને 10 જાન્યુઆરીના સહાર ખાતેની હોટેલ જેડબ્લ્યુ મેરિયટ લોનના એસી જર્મન હેંગર (ડોમ) ખાતે આ કાપડ મેળો યોજાયો છે.

200થી વધુ સ્ટોલ ધરાવતા કાપડના આ બીટુબી ફેરમાં સમર કલેક્શન, વેડિંગ કલેક્શન, સ્કૂલ યુનિફાર્મ કલેક્શનના વિસ્તૃત પ્રકાર પ્રદર્શિત કરાયા છે. ફેરમાં પહેલા જ દિવસે ટ્રેડ મુલાકાતિઓનો ધસારો થયેલો જોવા મળ્યો હતો. બે દિવસના આ કાપડ ફેરની 10000 થી વધુ ટ્રેડ મુલાકાતીઓ મુલાકાત લેશે એવી ધારણા છે.

મહાજનના પ્રમુખ કનુભાઈ નરસાણા એ જણાવ્યું હતું કે પ્રથમ એમટીએમએમ્સ ફેબ્રિક ફેર જૂન 2022માં સહારા સ્ટાર હોટલમાં યોજાયો હતો. હવે મહાજન દર વર્ષે એક ફેર યોજાવાની યોજના ધરાવે છે. આ ફેરમાં અરવિંદ મીલ્સ, મફતલાલ, રૂબી મીલ્સ, સિયારામ, ડીએન્ડજે, શ્રીજી લાઈફસ્ટાઈલ, સિલ્ક ઇન્ડિયા, મિતવા, એમજે ફેબ્રિક, ટીનુ મીનુ,મેગાસ્ટો, સાથીયા ગ્રુપ જેવા પ્રતિષ્ઠિત ઉત્પાદકોના કાપડની વિસ્તૃત જાતો પ્રદર્શિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...