કાર્યવાહી:મહારાષ્ટ્ર એટીએસ દ્વારા મુંબઈમાંથી આતંકીની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારના દિવસોમાં ત્રાસવાદીની શહેરમાં હાજરી ચિંતાજનક

મહારાષ્ટ્ર એટીએસે પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એસટીએફ ટીમનો જોઈતા એક શંકાસ્પદ આરોપી સદ્દામ ખાનની મુંબઈના બાન્દરા પૂર્વના નિર્મલનગરમાંથી ધરપકડ કરી હતી. એ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનના સંપર્કમાં હતો. જિહાદી કાર્યકર્તાઓમાં એનો સહભાગ હતો. એના સાગરીતની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. એસટીએફે મુંબઈ એટીએસની મદદથી આ કાર્યવાહી કરી હતી. આ પ્રકરણે આગળ તપાસ ચાલુ છે.

સદ્દામ પ્રતિબંધિત જિહાદી સંગઠન સાથે સંબંધિત હોવાથી એસટીએફની ટીમ એક પ્રકરણમાં એને શોધી રહી હતી. સદ્દામ નિર્મલનગર પરિસરમાં છુપાઈને રહેતો હોવાની ખબર બંગાળ એસટીએફને મળી હતી. એ અનુસાર બંગાળ પોલીસે મહારાષ્ટ્ર એટીએસ સાથે સંપર્ક સાધીને સદ્દામ વિશે માહિતી આપી હતી. એ પછી મુંબઈ એટીએસના જુહુ યુનિટે એની ધરપકડ કરીને બંગાળ એસટીએફના તાબામાં સોંપ્યો હતો. ગણેશોત્સવના સમયે મુંબઈમાંથી શંકાસ્પદ ત્રાસવાદીની ધરપકડ થવી એ મુંબઈગરાઓની સુરક્ષાની દષ્ટિએ ગંભીર બાબત છે.

આ પહેલાં મુંબઈ નજીકના રાયગડ જિલ્લાના શ્રીવર્ધન તાલુકાના હરિહરેશ્વર સમુદ્રકિનારે શંકાસ્પદ બોટ મળી આવી હતી. આ બોટમાં ત્રણ એકે47 રાઈફલ, કારતૂસ જેવા શસ્ત્રો મળ્યા હતા. આ ઘટના તાજી હતી ત્યાં મુંબઈ પોલીસના પરિવહન નિયંત્રણ કક્ષને પાકિસ્તાનના નંબર પરથી 26-11 જેવો ત્રાસવાદી હુમલો કરવાની ધમકી આપતો કોલ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...