કામગીરી:બુલેટ ટ્રેનના ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પાસે135 કિમી માટે ટેંડર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિળફાટાથી ઝારોળી સુધી ચાલતા કામમાં ઝડપ વધારવામાં આવી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પના કામને નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ તરફથી ઝડપી કરવામાં આવી રહ્યું છે. બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સથી શિળફાટના 21 કિલોમીટર અંડરગ્રાઉન્ડ માર્ગ માટે ટેંડર પ્રક્રિયા ચાલુ છે ત્યારે હવે શિળફાટાથી ઝારોળી (ગુજરાત-મહારાષ્ટ્ર સીમા)ના બાકીના 135 કિલોમીટર માર્ગ માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. એમાં ત્રણ સ્ટેશનના કામ થશે. ટેંડર રજૂ કરવાની અંતિમ મુદત 14 માર્ચ 2023 છે અને એને 15 માર્ચ 2023ના ખોલવામાં આવશે.

રાજ્યમાં બુલેટ ટ્રેનનો માર્ગ 156 કિલોમીટર લાંબો છે. એમાં થાણે શિળફાટાથી ઝારોળીના બાકીના 135 કિલોમીટર માર્ગના કામ માટે કાઢવામાં આવેલા ટેંડરમાં થાણે, વિરાર, બોઈસર સ્ટેશનનો સમાવેશ છે. આ માર્ગ પર કેટલાક પટ્ટામાં થનારા બોગદા, ડબલ લેન, બીજા ટેકનિકલ કામ, સ્ટેશન ઈમારત, બુલેટ ટ્રેન માટે ડેપો સહિત બીજા કામ મોટા પ્રમાણમાં કરવામાં આવશે. 135 કિલોમીટરના માર્ગમાં 11 નદીઓ પર પુલ અને 6 બોગદા છે. હવે રાજ્યમાં સંપૂર્ણ 156 કિલોમીટર માર્ગના કામ માટે ટેંડર પ્રક્રિયા શરૂ થઈ છે.

એમાં 21 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ માર્ગનો પણ સમાવેશ છે. અંડરગ્રાઉન્ડ કામ માટેના ટેંડર જાન્યુઆરી 2023માં ખોલવામાં આવશે. ઉપરાંત અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રકલ્પમાં શરૂઆતના સ્ટેશન બીકેસીના બાંધકામ માટે મગાવવામાં આવેલા ટેંડરને કેટલીક કંપનીઓ તરફથી પ્રતિસાદ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...