માંગ:મહારાષ્ટ્રમાં નોકરી માટે UPની શાળામાં મરાઠી શીખવોઃ સિંહ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નેતાના પત્રથી શિવસેના અને મનસે આક્રમક થવાની શક્યતા

આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મરાઠીના મુદ્દા પરથી રાજકારણમાં ગરમાટો આવવાનાં ચિહનો છે ત્યારે હવે ભાજપના નેતા કૃપાશંકર સિંહના પત્ર પરથી નવો વિવાદ શરૂ થવાની શક્યતા છે. કૃપાશંકરે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તે દ્વારા તેમણે ઉત્તર પ્રદેશની શાળાઓમાં મરાઠી ભાષા શીખવો એવી માગણી કરી છે, જેથી ઉત્તર પ્રદેશના યુવાનોને મહારાષ્ટ્રમાં સરકારી નોકરી મળવામાં મુશ્કેલી નહીં આવશે. તેમના આ પત્રને લીધે શિવસેના અને મનસે આક્રમક થવાની શક્યતા છે.

ખાસ કરીને કૃપાશંકરના આ પત્ર પર યોગી સરકાર દ્વારા હકારાત્મક રીતે વિચાર કરવામાં આવી રહ્યો છે. આ માગણીને ધોરણાત્મક મંજૂરી આપવામાં આવી છે. વારાણસીની શાળામાં પ્રાયોગિક ધોરણે આ પ્રકલ્પનો અમલ કરાશે એવી માહિતી મળી છે. આ સંબંધમાં કૃપાશંકરે જણાવ્યું કે હું છેલ્લાં 50 વર્ષથી મુંબઈમાં વસવાટ કરું છું.

ઉત્તર પ્રદેશના યુવાનો શિક્ષણ પૂરું કરીને મહારાષ્ટ્રમાં આવે છે ત્યારે તેમને નોકરી મેળવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી મેં આદિત્યનાથને પત્ર લખ્યો છે. ઉત્તર પ્રદેશમાં દસમા અને બારમાના અભ્યાસક્રમમાં મરાઠી વિષય ઐચ્છિક હોવો જોઈએ. આ પ્રસ્તાવ મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા વિચારણા હેઠળ છે. આથી હવે ભવિષ્યમાં યોગી સરકાર ઉત્તર પ્રદેશની શાળાઓમાં ખરેખર મરાઠી વિષય શીખવશે કે કેમ તે જોવું રહ્યું.

તેમના રાજ્યમાં રોજગારની તક આપોઃ મનસે
દરમિયાન મનસે નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની શાળાઓમાં મરાઠી ભાષા શીખવવાને બદલે તેમના જ રાજ્યમાં રોજગારની તકો ઉપલબ્ધ કરી આપવી જોઈએ. કોઈ પણ ભાષા શીખવવા માટે મારો વિરોધ નથી, પરંતુ ઉત્તર પ્રદેશના યુવાનોએ નોકરી માટે મહારાષ્ટ્રમાં આવવાને બદલે તેમને તેમના રાજ્યમાં રોજગાર ઉપલબ્ધ કરી આપવા માટે અગ્રતા આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...