ભાસ્કર વિશેષ:વસવાટ માટે તારદેવની અગ્રતા વધી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઉથ મુંબઈનો રિયલ એસ્ટેટ બજારનો પ્રસિદ્ધ વિસ્તાર

મહામારી પછી લક્ઝરી રહેણાક બજારમાં વધારો થયો છે, જેના કુલ વેચાણમાં હિસ્સો વધીને વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 14 ટકા થયો છે. મોટા ભાગનું લક્ઝરી રહેણાક બજાર દક્ષિણ મુંબઈ સુધી કેન્દ્રિત છે, જે એના અતિ-લક્ઝરી રહેણાકો અને ટોચના વિસ્તારો માટે જાણીતું છે. જોકે 60થી વધારે લોકાલિટીઓ ધરાવતા આ વિસ્તારમાં કોલાબા, પરેલ, વરલી, લોઅલ પરેલ અને તારદેવ વિવિધ પરિબળોને કારણે રહેવાસીઓ દ્વારા સૌથી વધુ પસંદગીના વિસ્તારો બની ગયા છે. આ પરિબળોને પગલે આ વિસ્તારોમાં મકાનોની પસંદગીમાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં મકાનની સરેરાશ કિંતમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.સાઉથ મુંબઈમાં સૌથી પ્રીમિયર રહેણાક વિસ્તારો પૈકીનો એક તારદેવ સૌથી વધુ ભવ્ય અને મોંઘા વિસ્તારોમાં સામેલ છે, જ્યારે મહાનગરમાં હરિયાળી ધરાવતા ધનિક અને પ્રભાવશાળી રહેવાસીઓની વાત આવે છે ત્યારે તારદેવ હંમેશાં ટોચના સ્થાને રહ્યો છે. તારદેવમાં અલ્ટામાઉન્ડ રોડ બિલિયોનેર્સ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે, જ્યાં મહાનગરના અસાધારણ બિઝનેસ ટાયકૂન્સના અતિ મોંઘા મકાનો છે.

સાઉથ મુંબઈના આ પોશ વિસ્તારમાં ઘણા ઉદ્યોગપતિઓ રહે છે, પછી એ અંબાણીનું ઘર (એન્ટાલિયા) હોય કે જિંદાલનું ઘર (હાઇએસ્ટ કોસ્ટ એપાર્ટમેન્ટ) હોય. આ વિસ્તારમાં રહેણાક વિકલ્પોનો અભાવ હોવાથી મુંબઈમાં આ સૌથી મોંઘા સ્થાનો પૈકીનું એક છે. અહીં લક્ઝરી મિલકતોની કિંમત ચોરસ ફૂટદીઠ રૂ. 56,200થી શરૂ થાય છે. છેલ્લાં બે વર્ષમાં આ માઇક્રો માર્કેટમાં ભાડાનાં દરમાં પણ 15 ટકા સુધીનો વધારો થયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એનાલોકના રિપોર્ટ મુજબ, મુંબઈના તારદેવ વિસ્તારમાં 2,000 ચોરસ ફીટમાં પથરાયેલા લક્ઝરી મકાનનું માસિક ભાડું રૂ. 3.1 લાખ છે.રોકફોર્ડ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર શાહે એની પ્રીમિયમ ખાસિયતો પર કહ્યું હતું કે, “મહાનગરના મોટા ભાગનાં જૂનાં ધનિકો અને અનેક નવધનિકો માટે પણ દક્ષિણ મુંબઈનો કોઈ વિકલ્પ નથી. કેટલાંક કારણોસર રહેવા અને કામ કરવા માટે આ વિસ્તારમાં તારદેવ અતિ આકાંક્ષી ભાગ છે. સ્વર્ગ સમાન વૈભવી સુવિધાઓ ધરાવતા તારદેવના મકાનો અતિ વૈભવી અને ભારતમાં સૌથી વધુ મોંઘા મકાનો છે, જેને તમે ખરીદી શકો છો અથવા ભાડાં પર લઈ શકો છો. આ વિસ્તાર લક્ઝરી પ્રોજેક્ટ માટે સતત સારી માગ ધરાવે છે અને અલ્ટ્રા-હાઈ નેટવર્થ વ્યક્તિગત ગ્રાહકોને આકર્ષે છે. અહીં વૈભવી મકાનોનું બજાર વિશિષ્ટ સુવિધાઓ સાથે મોટા ઘરો માટે વધતી માગ અને આંતરરાષ્ટ્રીય જીવનશૈલીથી સારી રીતે પ્રભાવિત છે, જેથી હાઉસિંગ બજાર ઘણી સારી કામગીરી કરી રહ્યું છે. છેલ્લાં થોડા ત્રિમાસિક ગાળાઓમાં રહેણાક બજારે મકાનોના ગ્રાહકોમાંથી માગમાં વધારો જોયો છે, જેના પરિણામે કિંમતમાં વાર્ષિક ધોરણે લગભગ 10 ટકાનો વધારો થયો છે.”

અન્ય સમાચારો પણ છે...