ATSને પ્રથમ સફળતા:આંતર રાષ્ટ્રીય શીખ આતંકી રિંધાના સાગરીતની પંજાબમાં અટક

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2016માં થયેલી હત્યાના મામલામાં મહારાષ્ટ્ર એટીએસને પ્રથમ સફળતા

2016માં નાંદેડ ખાતે થયેલી હત્યાના કેસમાં મહારાષ્ટ્રનની નાંદેડ એટીએસે આંતરરાષ્ટ્રીય શીખ આતંકવાદી રિંધાના સાગરીતની પંજાબમાંથી અટક કરી છે. રિંધા શીખ આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે. તેણે પોતાના સાગરીત સાથે નાંદેડમાં અંધાધૂંધ ગોળીબારમાં એકની હત્યા કરી હતી, જ્યારે ત્રણને ઘાયલ કર્યા હતા. હાલમાં રિંધા પાકિસ્તાનમાં છુપાયેલો છે.

હરવિંદરસિંહ ઉર્ફે રિંધા પિ. ચરણસિંહ સંધુએ તેના વિરોધી રોશન માળીને મદદ કરે છે એવું ધારીને અવતારસિંહ ઉર્ફે મન્નુ પિ. જસવંતસિંહ ગાડીવાલેની નાંદેડમાં 21 ઓગસ્ટ, 2016ના રોજ અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી હતી. એટીએસનો એક કોન્સ્ટેબલે રિંધા અને તેના સાગરીતને પકડવાની કોશિશ કરતાં તેની પર પણ ગોળીબાર કરીને ભાગી ગયા હતા.

રિંધાનો સાગરીત અનેપંજાબનો રહેવાસી દિલપ્રિતસિંહ ઓમકારસિંગ ડહાણ (30)ની પણ હત્યામાં સક્રિય સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દિલપ્રિતસિંહ અન્ય એક હત્યાના કેસમાં ભટિંડા જેલમાં સબડતો હોવાની માહિતી મળતાં નાંદેડ એટીએસે ત્યાં જઈને મંગળવારે તેને કબજામાં લીધો હતો. તેના કોર્ટમાં હાજર કરાતાં કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.દિલપ્રિતસિંહ પાસેથી મહારાષ્ટ્રમાં શીખ આતંકવાદીઓ હજુ પણ સક્રિય છે કે કેમ, રિંધા ચોક્કસ ક્યાં છે, તેના સાગરીતો ક્યાં છે તે અંગે પૂછપરછ ચાલી રહી છે, એમ એટીએસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...