દુર્ઘટના:દોઢ હજાર ફૂટ ઊંડા ધોધ પરથી પડતાં સુરતના વિદ્યાર્થીનું મોત

મુંબઈએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દસ-બાર મિત્રો સાથે નાશિકમાં રિસોર્ટ ખાતે સહેલગાહે આવ્યો હતો

નાશિકના બોરગાવમાં પિંપળસોંડમાં તાતાપાણી (ગરમ પાણીનાં ઝરણાં) જોવા માટે સુરતથી આવેલો વિદ્યાર્થી દોઢ હજાર ફૂટ સાખળચોંડ ધોધ પરથી પડી જતાં મૃત્યુ પામ્યો હતો, જેને લીધે સહેલગાહની ખુશી શોકમાં પલટાઈ ગઈ હતી.પિંપળસોંડ ખાતેના પોલીસ પાટીલ રતન ખોટરેએ જણાવ્યું હતું કે સુરત ખાતે સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં બીજા વર્ષમાં ભણતો તક્ષિલ સંજાભાઈ પ્રજાપતિ (18) દસથી બાર મિત્રો સાથે પિંપળસોંડ ખાતે કુંડા રિસોર્ટમાં સહેલગાહ માટે આવ્યો હતો.

બુધવારે બપોરે 1.30 વાગ્યાના સુમારે બધા ઉંબરપાડા તાતાપાણી ખાતે સાકળચોંડ સ્થિત વાહૂટચોંડ શાવર પોઈન્ટ ધોધ પર સ્નાન કરતા હતા ત્યારે ખડક પર લીલ હોવાથી તક્ષિલનો પગ લપસી પડ્યો હતો. દોઢ હજાર ફૂટ નીચે પડીને ખડક પર અથડાવાથી માથામાં ગંભીર ઈજા પહોંચી હતી,

જેને લઈ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ બાબતે આદિવાસી બચાવ અભિયાનના રતન ચૌધરીએ પોલીસને જાણ કરી હતી. પીઆઈ સંદીપ કોળી, નીતિન ઢેપલે અને વનરક્ષક અવિનાશ છગને, વામન પવારે ઘટનાસ્થળે મુલાકાત લઈને દોઢ હજાર ફૂટ ઊંડી ખીણમાંથી મૃતદેહ ગ્રામજનોની મદદથી તિવશાચી માળી ખાતે રસ્તા પર લાવ્યા હતાં. સાંજે 5.00 વાગ્યે મૃતદેહ સંબંધીઓના કબજામાં આપવામાં આવ્યો હતો. ઊંડી ખીણમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે નારાયણ ગાવિત, માજી સૈનિક શિવરામ ચૌધરી, સાધુ ગાવિત, અનિલ બાગુલ, રામદાસ ગાવિત, સુરેશ ચૌધરીએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...