રાજકારણ:રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને ટેકો આપોઃ શિવસેનાના સાંસદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ એક સાંસદે ભાજપની તરફેણ કરતાં શિવસેના પર દબાણ વધ્યું

બળવાખોરીના આંચકા હજુ શમ્યા નથી ત્યાં શિવસેનાના સાંસદો પણ ભાજપની તરફેણ કરી રહ્યા છે. મુંબઈના શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે પછી હવે પાલઘરના શિવસેનાના સાંસદ રાજેન્દ્ર ગાવિતે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ટેકો આપવાની માગણી કરી છે.આ મુજબનો પત્ર ગાવિતે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ગુરુવારે આપ્યો છે. આથી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભૂમિકા લેવા બાબતે શિવસેના પર સતત દબાણ વધી રહ્યું છે. રાષ્ટ્રપતિપદ માટે આગામી 18 જુલાઈના રોજ ચૂંટણી થવાની છે.

શિવસેનાએ આ ચૂંટણીમાં કોને સમર્થન આપશે એ હજુ સ્પષ્ટ થયું નથી.શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ આ પૂર્વે મહારાષ્ટ્રનાં કન્યા પ્રતિભાતાઈ પાટીલ, કોંગ્રેસના નેતા સ્વ. પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો. આ તરફ ધ્યાન દોરતાં મુર્મુને ટેકો આપવાની વિનંતી ગાવિતે પત્રમાં કરી છે. નોંધનીય છે કે શિવસેનામાં મોટી બળવાખોરી બાદ ઠાકરે ભાજપથી નારાજ છે. ભાજપનો જ આ ખેલ હોવાનું તે માને છે.

આથી દેખીતી રીતે જ તેઓ ભાજપને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટેકો આપવા માગતા નથી, પરંતુ પક્ષના જ સાંસદો એક પછી એક ભાજપની તરફેણ કરતા હોવાથી ઠાકરે પર દબાણ વધી રહ્યું છે.મહિલા મહાનગર પ્રમુખનું રાજીનામું : દરમિયાન બે અઠવાડિયા પૂર્વે શહેરમાં કાઢવામાં આવેલા ઉદ્ધવ ઠાકરેના સમર્થકોના મોરચામાં બળવાખોરોએ દગો કર્યો તેથી ચોધાર આંસૂએ રડી પડેલાં મહિલા મહાનગર પ્રમુખ શોભા ચૌધરીએ ગુરુવારે વૃદ્ધત્વ અને તબિયતનું કારણ આપીને પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પંદર દિવસ પૂર્વે અશ્રૂનાં મહાપૂર
ગુલાબરાવ પાટીલ 15 દિવસ પૂર્વે પાળધીમાં આવ્યા હતા. બુધવારે મહાનગર પ્રમુખ શોભા ચૌધરીએ ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી. તે મુલાકાત પછી બીજા જ દિવસે પદનું રાજીનામું આપી દીધું હોઈ શિવસૈનિક તરીકે કામ કરતી રહીશ, એમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...