કાર્યવાહી:એરપોર્ટ પર 5.8 કરોડના સોના સાથે સુદાની નાગરિકોની ધરપકડ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 વિદેશીઓ બેલ્ટમાં સોનું છુપાવીને લાવ્યા હતા

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા વધુ એક દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતાં સુદાની નાગરિકોના જૂથ પાસેથી રૂ. 5.38 કરોડ મૂલ્યનું 12 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કુલ બાર પ્રવાસીઓ દાણચોરીમાં સંડાવાયેલા હોવાની શંકા છે, જેમાંથી છ જણની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય છ જણને તેમના દેશમાં પાછા મોકલી દેવાયા છે.

આ સોનું લાલ રંગના બેલ્ટમાં છુપાવવામાં આવેલું હતું, જે આ દાણચારો માટે જ ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બેલ્ટ એએક પ્રવાસીએ પહેરેલો હતો. ખાસ વાત એ છે કે કસ્ટમ્સને પ્રવાસી પર શંકા જતાં તેની તપાસ શરૂ કરવામાં આવી.

તે સમયે તેના સાગરીત અન્ય પ્રવાસીઓએ એરપોર્ટ પર ધાંધલધમાલ કરીને સોના સાથેનો પ્રવાસી છટકી જાય એવો પ્રયાસ કરવામાં આવ્યો, હતો. જોકે આ બધા પ્રવાસીઓને કસ્ટમ્સ અને એરપોર્ટ સિક્યુરિટી દ્વારા કબજામાં લેવાયા હતા.હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ રૂ. 13 કરોડ મૂલ્યનું 1.3 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...