અભ્યાસ:MRVC દ્વારા એસી લોકલના પ્રવાસીઓની પેટર્નનો અભ્યાસ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓ માટે વિવિધ પ્રશ્ન અને જવાબના ચાર વિકલ્પવાળું પેપર

મુંબઈગરાઓના આરામદાયક પ્રવાસ માટે રેલવેએ 5 મેથી એસી લોકલના દર અડધા કર્યા છે છતાં મુંબઈ રેલવે વિકાસ મહામંડળે પ્રવાસીઓના આર્થિક સ્તર અને ખર્ચ કરવાની ક્ષમતા ફરીથી તપાસી રહી છે. એસી લોકલના ઉપયોગ બાબતે મુંબઈગરાઓને પ્રશ્નપેપર આપવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને જવાબ માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રવાસીઓની એસી લોકલના પ્રવાસની પેટર્ન જાણવા એમઆરવીસીએ આ પ્રક્રિયા શરૂ કરી છે.

એસી લોકલની સિંગલ જર્ની ટિકિટનું ભાડું 5 મેથી અડધું કરવામાં આવ્યું છે પશ્ચિમ અને મધ્ય રેલવેમાં વધારાની 12 ફેરી ચલાવવામાં આવી રહી છે. મધ્ય રેલવેમાં એસી લોકલની 60 ફેરી અને પશ્ચિમ રેલવેમાં 32 ફેરી ચલાવવામાં આવી રહી છે. એસી લોકલના ભાડા સંદર્ભે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એ અનુસાર એસી લોકલની સિંગલ જર્ની ટિકિટના દર અડધા કરવામાં આવ્યા.

હવે ફરીથી પ્રવાસીઓ પાસેથી ફીડબેક લેવામાં આવી રહ્યો છે. નવું ભાડું લાગુ થયું એ પહેલાં કેવી રીતે પ્રવાસ કરતા હતા? કયા ક્લાસની ટિકિટ કઢાવતા? ટિકિટ ખરીદી કયા માધ્યમથી કરતા હતા? દિવસમાં કેટલી વખત પ્રવાસ કરતા હતા? તમારી માસિક આવક કેટલી છે? એવા પ્રશ્ન પ્રવાસીઓને પૂછવામાં આવ્યા છે અને એનો પ્રતિસાદ ચકાસવામાં આવી રહ્યો છે. વિવિધ વયજૂથના પ્રવાસીઓને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...