જામીન નામંજૂર:પવાર વિરુદ્ધ વાંધાજનક ટ્વીટના કેસમાં વિદ્યાર્થીના જામીન નકાર્યા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળભૂત અધિકાર નિરંકુશ નથી એવું નિરીક્ષણ કોર્ટે કર્યું

મૂળભૂત અધિકાર નિરંકુશ નથી. તેથી કોઈ વ્યક્તિ મૂળભૂત અધિકારના નામ હેઠળ બીજાના ખાનગી જીવન બાબતે ટિપ્પણી કરી શકતી નથી એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર બાબતે વાંધાજનક ટ્વિટ કરનારા 22 વર્ષના મેડિકલ સાયન્સના વિદ્યાર્થીને તાત્કાલીક જામીન આપવાનો નકાર આપ્યો હતો.

થાણે કોર્ટે જામીન નકાર્યા બાદ નાશિકના રહેવાસી નિખિલ ભામરે નામના વિદ્યાર્થીએ હાઈ કોર્ટમાં દાદ માગી હતી. તેમ જ પાંચ જિલ્લામાં એના વિરુદ્ધ નોંધવામાં આવેલા ગુના રદ કરવાની અને અરજી વિલંબિત હોય ત્યાં સુધી તરત જેલમાંથી છૂટકારો કરવાનો આદેશ આપવાની માગણી કરી છે. જજ સંભાજી શિંદે અને જજ મિલિંદ જાધવની ખંડપીઠ સમક્ષ ભામરેની અરજી પર સુનાવણી થઈ હતી. એ સમયે આપણે લોકશાહીમાં રહીયે છીએ અને મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં કોઈ યુવક સાથે આવું થાય એ કમનસીબ વાત છે એવો દાવો અરજદાર તરફથી વકીલે કર્યો હતો. એના પર અરજદાર 22 વર્ષનો છે.

આ ઉંમરે જવાબદારીથી વર્તણુક કરવી જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું. દરેક નાગરિકને મૂળભૂત અધિકાર છે છતાં એ બંધીના આધીન છે. મૂળભૂત અધિકાર નિરંકુશ નથી. તેથી ફક્ત અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે એટલે કોઈ પણ મર્યાદા વિના બીજાના ખાનગી જીવન વિશે ટિપ્પણી કરી શકાય નહીં એમ કોર્ટે નોંધ્યું હતું.

અરજદાર વિરુદ્ધની તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ કોર્ટે સરકારને આપ્યો હતો. એ પછી અરજદારને જામીન પર છોડવાનો આદેશ આપવાની વિનંતી એના વકીલ તરફથી કરવામાં આવી હતી. પણ અરજી પરની પહેલી સુનાવણીના સમયે જ આવો આદેશ આપી શકાય નહીં એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું અને અરજી પર સુનાવણી 10 જૂનના રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...