પ્લાસ્ટિક બંધી:પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેટેડ ઉત્પાદનો પર પણ રાજ્યમાં બંધી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેપર ડિશ, કન્ટેઈનર, ગ્લાસ, કપને નામે લેમિનેટેડ વસ્તુઓ વાપરી નહીં શકાય

પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેટેડ ઉત્પાદનો પર બંધી લાદવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે મંગળવારે લીધો. રાજ્યમાં પ્લાસ્ટિકના વપરાશને લીધે થનારી ગંભીર સમસ્યા ધ્યાનમાં લેતાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પ્લાસ્ટિક બંધીના નિયમોમાં સુધારણા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મુજબ આ નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બંધી લાદી છે. રાજ્યમાં તેનો અમલ સખતાઈથી કરવા માટે શિંદેએ આ સમયે અધિકારીઓને આદેશ આપ્યા હતા. સરકારના આ નિર્ણયને લીધે મહારાષ્ટ્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધી કરનારું દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં પ્લાસ્ટિક બંધીના પ્રભાવશાળી અમલ માટે એક સમિતિ નીમવામાં આવી હતી.

સમિતિએ 7 જુલાઈએ બેઠકમાં મહારાષ્ટ્ર પ્લાસ્ટિક અને થર્મોકોલ ઉત્પાદન ધારા 2018માં સુધારણા કરવાનો નિર્ણય લીધો હતો. આ મુજબ સરકારે 15 જુલાઈના રોજ વટહુકમ દ્વારા પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેટેડ ઉત્પાદનો પર બંધી લાદી છે. આ સુધારણા પછી રાજ્યમાં પ્લાસ્ટિક કોટિંગ અને પ્લાસ્ટિક લેમિનેટેડ પેપર અથવા એલ્યુમિનિયમ વગેરેથી બનાવવામાં આવેલી ડિસ્પોઝેબલ ડિશ, કપ, પ્લેટ્સ, ગ્લાસીસ, કાંટા, વાટકા, કન્ટેઈનર વગેરે એકલ વપરાશ પર, ઉત્પાદન પર હવે બંધી રહેશે. રોજના કચરામાં પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા આ બંધી લાદવામાં આવી છે.

શહેર- ગ્રામીણ ભાગોમાં વપરાશ
રાજ્યનાં શહેરો અને ગ્રામીણ ભાગોમાં રોજના કચરાના પ્લાસ્ટિકનું પ્રમાણ બહુ વધ્યું હોઈ તે કચરાનું વિઘટન વ્યવહારુ રીતે શક્ય નથી. આ કચરો ડેપો, જળાશયોમાં ફેંકવામાં આવે છે અથવા પુનઃપ્રક્રિયા શક્ય નહીં હોવાથી રાતનાસમયે કચરો બાળી નાખવામાં આવે છે.

આ વસ્તુઓ પર બંધી
હાલ રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં કપ, પ્લેટ્સ, વાટકા, ચમચા, કન્ટેઈનર વગેરેના વપરાશ પર બંધી છે. જોકે હાલમાં બજારમાં ડિશ, કન્ટેઈનર, ગ્લાસ, કપ વગેરે પેપરને નામે પ્લાસ્ટિક કોટિંગ અથવા પ્લાસ્ટિક લેમિનેશન કરેલી વસ્તુઓ મોટે પાયે વપરાય છે. આ બધી વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક છે. વિઘટનમાં ઘાતક ઠરનારા હલકા દરજ્જાના પ્લાસ્ટિકનું આક્રમણ રોકવા માટે આ બંધીનું પગલું લેવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...