હડતાળ:આજથી ખાનગીકરણ વિરુદ્ધ રાજ્યની માલિકીની વીજ કંપનીઓની હડતાળ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 72 કલાક સુધી ચાલનારી આ હડતાળને કારણે મહાવિતરણના વીજ ગ્રાહકોને મુશ્કેલી નડી શકે

રાજ્યની માલિકીની ત્રણ વીજ કંપનીઓનાં સંગઠનોએ ખાનગીકરણ વિરુદ્ધ બુધવારથી 27 કલાકની હડતાળની ચીમકી આપી છે. વીજ કંપનીનાં સંગઠનોની કૃતિ સમિતિ મહારાષ્ટ્ર રાજ્ય કર્મચારી, અધિકારી અને અભિયંતા સંઘર્ષ સમિતિ દ્વારા આ હાકલ કરવામાં આવી છે. રાજ્યની માલિકીની વીજ કંપનીઓના ખાનગીકરણના પ્રયાસને તોડી પાડવા માટે ડ્રાઈવરો, વાયરમેન, એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓનાં 30થી વધુ સંગઠન એકત્ર આવ્યાં છે.

એવો દાવો મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત કર્મચારી મહાસંઘના મહામંત્રી ક્રુશન ભોઈરે જણાવ્યું હતું. આને કારણે મહાવિતરણના વીજ ગ્રાહકોને વીજકાપનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ રાજ્ય વિતરણ કંપની (મહાવિતરણ), રાજ્ય વીજ પારેષણ કંપની (મહાપારેષણ) અને રાજ્ય વીજ નિર્મિતી કંપની (મહાનિર્મિતી)નાં સંગઠનો છેલ્લા બે સપ્તાહથી આંદોલન કરી રહ્યા છે. સોમવારે 15,000 કર્મચારીઓએ થાણે જિલ્લાધિકારી કાર્યાલયની બહાર દેખાવ કર્યા હતા. ત્રણ વીજ કંપનીના 86,000 કર્મચારી, અધિકારી અને એન્જિનિયરો, 42,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને સુરક્ષા રક્ષકો બુધવારથી 72 કલાકની હડતાળ પર ઊતરી જશે, એમ ભોઈરે જણાવ્યું હતું.

ખાનગી વીજ કંપનીને ભાંડુપ, થાણે, નવી મુંબઈમાં સમાંતર વિતરણ લાઈસન્સ આપવું નહીં જોઈએ એવી અમારી એક માગણી છે. અમારી કોઈ આર્થિક માગણી નથી, પરંતુ રાજ્યના લોકોની માલિકીની આ વીજ કંપનીઓની હયાતિ ટકી રહેવી જોઈએ એવી અમારી માગણી છે. આ કંપનીઓ ફક્ત નફો કરવા ખાનગી મૂડીવાદીઓને વેચવી નહીં જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે આપ દ્વારા પણ આ હડતાળને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

આ ખાનગીકરણ નથીઃ મહાવિતરણ
દરમિયાન મહાવિતરણના સ્વતંત્ર ડાયરેક્ટર વિશ્વાસ પાઠકે જણાવ્યું કે રાજ્યમાં બે ખાનગી કંપનીઓએ સમાંતર વિતરણ લાઈસન્સ માટે અરજી કરી છે, પરંતુ આ ખાનગીકરણ નથી. સમાંતર લાઈસન્સ જારી કરવું તે ખાનગીરકરણ નથી. મહાવિતરણ સરકારની માલિકીની છે અને તેમાં 100 ટકા હિત ધરાવે છે. તેને કોઈ અસર નહીં થશે. વીજ ધારા 2003 અને 2010 હેઠળ સમાંતર લાઈસન્સ જારી કરવાની જોગવાઈ છે અને તે માટે કઈ પણ ખાનગી વિતરણ કંપની આગળ આવી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. એમઈઆરસી લાઈસન્સ જારી કરે છે અને રાજ્ય સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...