નિર્ણય:રાજ્યમાં સામાન્ય દર્દીઓની સારવાર માટે વિશેષ ઝુંબેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંપૂર્ણ આરોગ્ય યંત્રણા દર્દીઓની સારવાર માટે અસરકારક રીતે ચલાવવામાં આવશે

રાજ્યમાં કોરોનાના વધતા દર્દીઓની સંખ્યા પર નજર રાખવા સાથે જ હવે આરોગ્ય વિભાગે સામાન્ય દર્દીઓની સારવાર વધારવા માટે વિશેષ ઝુંબેશ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. કોરોનાના છેલ્લા બે વર્ષમાં આરોગ્ય વિભાગની જિલ્લા હોસ્પિટલથી લઈને ગ્રામીણ હોસ્પિટલ સુધી આરોગ્ય વિભાગની લગભગ તમામ યંત્રણા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત હતી.

પરિણામે સામાન્ય દર્દીઓની સારવાર અને વિવિધ ઓપરેશન લગભગ ઠપ્પ થયા હતા. એનો મોટો ફટકો ગ્રામીણ ભાગના વૃદ્ધ નાગરિકોને પડ્યો હતો. મોતિયાનું ઓપરેશન, હાડકાંના ઓપરેશન રખડી પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરનો ડર અને આ લહેરનો ફટકો નાના બાળકોને પડી શકે છે એમ નિષ્ણાતોનું જણાવવું ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગે એ દષ્ટિએ સજ્જતા રાખી હતી.

જો કે કોરોનાની ત્રીજી લહેર જોખમી ન હોવાનું પુરવાર થયા પછી ઓકટોબર-નવેમ્બરથી સામાન્ય દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી. જો કે કોરોના પૂર્વના સમયમાં દર્દીઓની સારવારનો વિચાર કરતા આરોગ્ય વિભાગે ઓપીડી અને આઈપીડીના કામકાજમાં ઝડપ લાવવી પડશે એમ આરોગ્ય વિભાગના વરિષ્ઠ ડોકટરોનું જણાવવું છે.

એક તરફ આરોગ્ય વિભાગ સામાન્ય દર્દીઓની તપાસ અને સારવારને અગ્રતા આપવા માગે છે તો બીજી તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધી રહી હોવાથી ચિંતાનું વાતાવરણ નિર્માણ થયું છે. કોરોનાનો નવો વેરિયેન્ટ મળ્યો છે અને એની અસર કેટલી હશે એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. આ પાર્શ્વભૂમિ પર જિલ્લા હોસ્પિટલથી ગ્રામીણ હોસ્પિટલ તેમ જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી સંપૂર્ણ આરોગ્ય યંત્રણા સામાન્ય દર્દીઓની સારવાર માટે અસરકારક રીતે ચલાવવાની ઝુંબેશ આરોગ્ય વિભાગે શરૂ કરી છે.

કોરોના પહેલાંના સમયમાં 2019-20માં આરોગ્ય વિભાગની હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપીડીમાં 6 કરોડ 86 લાખ 520 દર્દીઓ પર સારવાર કરવામાં આવી હતી. આ જ સમયગાળામાં 50 લાખ 288 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી હતી. કોરોનાના સમયમાં 2020-21માં ઓપીડીમાં 3 કરોડ 27 લાખ 39 હજાર 233 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ પ્રમાણ કોરોના પહેલાંના સમયના અડધા કરતા પણ ઓછું હતું.

અન્ય સમાચારો પણ છે...