ચીન પછી અમેરિકામાં પણ કોરોના મહામારીએ ફરીથી હાહાકાર મચાવ્યો છે. છેલ્લા થોડા દિવસથી અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ પાર્શ્વભૂમિ પર વિશ્વના દેશ સતર્ક થયા છે. કોરોનાનું જોખમ વધી રહ્યું છે ત્યારે ભારતે પણ તકેદારી રાખવાની શરૂઆત કરી છે.
દરેક એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. મુંબઈ એરપોર્ટમાં પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટમાં 9 પ્રવાસીઓ કોરોનાગ્રસ્ત મળી આવ્યા છે. એમાંથી બે પ્રવાસી બીક્યૂ.1.1 સબવેરિયેન્ટથી સંક્રમિત હોવાનું જણાયું છે.
મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ પર અત્યાર સુધી વિદેશથી આવેલા 9 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. એમાં બે દર્દીઓમાં ઓમિક્રોન બીક્યૂ.1.1 સબવેરિયેન્ટના દર્દી છે. બીજા 7 જણના નમૂના જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટમાં કેન્દ્રિય આરોગ્ય વિભાગે આપેલી ગાઈડલાઈન્સ પછી 24 ડિસેમ્બરથી વિદેશથી આવેલા નાગરિકોની આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. મુંબઈ એરપોર્ટ પર આવેલા વિદેશી નાગરિકોમાંથી અત્યાર સુધી 9 પ્રવાસી કોરોનાગ્રસ્ત મળ્યા છે.
એમાંથી એક લંડનથી આવેલો 16 વર્ષનો કિશોર અને બીજો પ્રવાસી સ્વિટ્ઝર્લેન્ડથી આવેલી 25 વર્ષની મહિલા છે. આ બંને પ્રવાસીમાં ઓમિક્રોન સબવેરિયેન્ટ બીક્યૂ.1.1 મળી આવ્યો છે. બીજા પ્રવાસીઓ મોરિશિયસ, લંડન, દોહા, ઈજિપ્ત, મસ્કત, વિયેતનામ અને રિયાધ દેશથી આવેલા છે. તેમના નમૂના જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં એમાંથી 5 દર્દી કોરોના પોઝિટિવ જણાયા છે. બીજા 4 પ્રવાસી 24 થી 31 ડિસેમ્બરના સમયગાળામાં મળેલા કોરોના પોઝિટિવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.