પ્રવાસીઓની બેદરકારી:પાટા ઓળંગતા 1900 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓની બેદરકારી અને નિયોજનમાં રેલવેની નિષ્ફળતા કારણભૂત

રેલવે પાટા ઓળંગવા જીવલેણ સાબિત થઈ શકે છે, પાટા ઓળંગવા કાયદેસર ગુનો છે એવી એનાઉન્સમેંટ રેલવે તરફથી વારંવાર કરવામાં આવે છે. છતાં પ્રવાસીઓ એના પર દુર્લક્ષ કરે છે. પાટા ઓળંગવાના પ્રયત્નમાં લોકલ કે મેલ-એક્સપ્રેસની ટક્કર લાગતા જીવ ગુમાવવો પડે છે. 2021થી અત્યાર સુધી આવા અકસ્માતમાં 1 હજાર 962 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો છે અને 324 જણ જખમી થયા હોવાની માહિતી રેલવે પોલીસે આપી હતી.

આ અકસ્માતો માટે પ્રવાસીઓની બેદરકારી કારણભૂત છે જ ઉપરાંત પાટા ઓળંગતા પ્રવાસીઓને રોકવા માટે ઉપાયયોજના કરવામાં રેલવે સુરક્ષા દળ અને રેલવે પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. પાટા ઓળંગતા અકસ્માત ન થાય એ માટે મુંબઈ રેલવે વિકાસ મહામંડળ, મધ્ય અને પશ્ચિમ રેલવે તરફથી વિવિધ ઉપાયયોજના કરવામાં આવે છે. સ્ટેશનમાં તથા બે સ્ટેશન વચ્ચે પાટા ઓળંગવાનું પ્રમાણ વધારે હોવાનું જણાયું છે. તેથી આવા સ્ટેશન શોધીને બે પાટા વચ્ચે વાડ ઊભી કરવી, પાટાની બાજુએ સંરક્ષક ભીંત ઊભી કરવા સહિત નવા રાહદારી પુલ બાંધવા જેવી ઉપાયયોજના કરવામાં આવે છે.

પાટા ઓળંગતા પ્રવાસીઓ પર રેલવે સુરક્ષા દળ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. જો કે કાર્યવાહી અને ઉપાયયોજના ઓછી પડે છે. પ્રવાસીઓ પણ બેદરકાર થઈને જીવ જોખમમાં મૂકી પાટા ઓળંગે છે. રેલવે પોલીસે આપેલી માહિતી અનુસાર પાટા ઓળંગતા લોકલ અને મેલ-એક્સપ્રેસની ટક્કર લાગતા 2021 અને 2022માં કુલ 1 હજાર 963 જણના મૃત્યુ થયા છે. 2021માં 1 હજાર 114 જણના મૃત્યુ અને 176 જખમી થયા છે. 2022માં 848 જણના મૃત્યુ અને 148 જખમી થયા છે. 2022માં પાટા ઓળંગતા સૌથી વધુ 101 મૃત્યુ બોરીવલી રેલવેની હદમાં થયા છે.

અન્ય સમાચારો પણ છે...