ગુનો:અમેરિકાથી કુરિયર દ્વારા નશીલા પદાર્થોની દાણચોરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 86 કિલો માલ સાથે DRIએ 2ની ધરપકડ કરી

અમેરિકાથી કુરિયર દ્વારા નશીલા પદાર્થોની દાણચોરી કરવા પ્રકરણે ડીઆરઆઈએ બે જણની ધરપકડ કરી હતી. આ પ્રકરણે અંધેરી પૂર્વ સહાર આઈસીટી ટર્મિનલ ખાતેથી 86 કિલો 500 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આહફેલિક્સ મચાડો અને હેમંત બંગેરા નામના બે જણની ધરપકડ કરવામાં આવી હતી. મચાડો ડોંબીવલીમાં અને બંગેરા અંધેરી પશ્ચિમમાં રહે છે. ટર્મિનલમાં લાકડાના બે શકાંસ્પદ ખોખામાં ગાંજો હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી.

એ અનુસાર ડીઆરઆઈએ કુરિયર કક્ષમાં ગાંજાની શોધખોળ કરી હતી.આ પ્રકરણ પાછળ આંતરરાષ્ટ્રીય ટોળકી હોવાનો શક છે. જો કે કોઈ પણ વેચાણ વ્યવહારમાં વિક્રેતા સીધો સંડોવાયેલો ન હોવાથી એના સુધી પહોંચવું શક્ય ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. નશીલા પદાર્થોના વિતરણ માટે કુરિયર સેવાનો ઉપયોગ થાય છે. તેથી ગ્રાહક અને વિક્રેતા વચ્ચે કોઈ સંબંધ રહેતો નથી. પરિણામે આરોપીઓ સુધી પહોંચવુ લગભગ અશક્ય થયું છે. છતાં આ પ્રકરણમાં બે જણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ સંપૂર્ણ કાર્યવાહીમાં 86 કિલો 500 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. લાકડાના બે ખોખાની અંદર એલ્યુમિનિયમના કવરમાં ગાંજો છુપાડવામાં આવ્યો હતો. આરોપી એક્સાઈઝ ડ્યુટી એજન્ટ છે.

અન્ય સમાચારો પણ છે...