લોકલની સ્પીડ થોડી ઓછી થઈ:મધ્ય રેલવેમાં સ્લો અને ફાસ્ટ લોકલની સ્પીડ ઓછી થઈ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સ્ટેશન દરમિયાન પાટાના ઘણાં કામ થઈ રહ્યા છે

છેલ્લા થોડા મહિનાથી મધ્ય રેલવેમાં અપ-ડાઉન સ્લો અને ફાસ્ટ લોકલની સ્પીડ થોડી ઓછી થઈ છે. ઉપનગરીય માર્ગમાં સાયનથી કાંજુરમાર્ગ, ભાંડુપ અને ઠાકુર્લીથી કલ્યાણ દરમિયાન પાટાના વિવિધ કામ માટે તકેદારી તરીકે લોકલની સ્પીડલિમિટ નિશ્ચિત કરવામાં આવી છે. તેથી લોકલના ટાઈમટેબલ પર એની અસર વર્તાઈ રહી છે. છેલ્લા થોડા મહિનાથી સીએસએમટી તેમ જ કલ્યાણ, ડોંબીવલીની દિશામાં જતી ધીમી અને ફાસ્ટ લોકલ 10 થી 15 મિનિટ મોડી દોડે છે. પરિણામે સવારના કામ નિમિતે લોકલથી પ્રવાસ કરતા અથવા સાંજે કામથી પાછા ફરતા લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સખત ગિરદી થાય છે.

લોકલ મોડી દોડતી હોવાથી પ્રવાસીઓએ પ્લેટફોર્મ પર રાહ જોતા ઊભા રહેવું પડે છે. સ્લો અથવા ફાસ્ટ લોકલ નિયત સમય કરતા થોડી મિનિટ મોડી પહોંચે છે. તેથી સ્લો લોકલ કે ફાસ્ટ લોકલ પકડવી એવી દ્વિધામાં પ્રવાસીઓ હોય છે. મધ્ય રેલવેમાં કેટલાક ઠેકાણે નવા રેલવે પાટા નાખવાનું, એની નીચે ખડી મૂકવા સહિત બીજા કેટલાક કામ માટે ડાઉન સ્લો માર્ગ પર સાયનથી વિદ્યાવિહાર દરમિયાન કલાકના 50 કિલોમીટર તેમ જ ઘાટકોપરથી કાંજુરમાર્ગ સ્ટેશન દરમિયાન કલાકના 50 કિલોમીટરની સ્પીડલિમિટ નક્કી કરવામાં આવી છે. આ પટ્ટામાંથી જતી લોકલની સ્પીડ મોટરમેને ઓછી કરવી પડે છે.

ડાઉન ફાસ્ટ માર્ગ પર સાયનથી કુર્લા દરમિયાન કલાકના 30 કિલોમીટર, વિક્રોલીથી કાંજુરમાર્ગ સ્ટેશન દરમિયાન કલાકના 50 કિલોમીટરની થોડા સમય માટે સ્પીડલિમિટ નક્કી કરવામાં આવી છે. ઠાકુર્લીથી કલ્યાણ દરમિયાન પણ કલાકના 65 કિલોમીટરની સ્પીડલિમિટ છે. અપ સ્લો માર્ગ પર કલ્યાણ-ઠાકુર્લી, દાદરથી પરેલ સ્લો માર્ગ પર કલાકના 30 કિલોમીટર સ્પીડલિમિટ નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...