ભાસ્કર વિશેષ:ગમે ત્યાં બેસી 18 દિવસ માણો ભગવદ્ ગીતાના 18 અધ્યાય

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • भा | ભગવદ્ ગીતા પર સર્ટિફિકેટ કોર્સનું ઓફફલાઈન અને ઓનલાઈન આયોજન

કાંદિવલીની કે.ઈ.એસ. શ્રોફ કોલેજના સેન્ટર ફોર હ્યુમન વેલ્યુઝ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા પર સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરાયું છે. ગીતા જંયતીના દિવસે, એટલે કે, 3 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓ માટે ઓફફલાઈન અને અન્યો માટે આ કોર્સ ઓનલાઈન યોજાશે. કેઈએસના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.

અન્યો ઓનલાઈન ભાગ લઈ શકશે. આ કોર્સમાં 18 અધ્યાયને આવરી લઈ 18 દિવસ દરરોજ સાંજે 5.30થી 8.00 વાગ્યા સુધી એક-એક અધ્યાય પર રસપ્રદ જ્ઞાન સત્ર યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના વિદ્ધાન વક્તાઓ અધ્યાયના ગૂઢ ભાવાર્થની સમજણ આપશે. કોર્સમાં ભાગ લેવા ઈચ્છનારે 20 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. સત્ર પંચોલિયા હોલ, કે.ઈ.એસ. શ્રોફ કોલેજ, કાંદિવલી (વેસ્ટ) ખાતે યોજાશે.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી મહેશ શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગીતાના નામથી પરિચિત હોય છે, પરંતુ તેમને જીવનમાં ગીતાના ઉપયોગ વિશે જાણ કે સમજ હોતી નથી. આ કોર્સથી વિદ્યાર્થીઓને અનેક લાભ થશે. આ વરસે કોલેજની થીમ ઈન્વોલ્વ એન્ડ ઈવોલ્વ (સામાન્યથી ક્રમશ ઉચ્ચત્તમ બનવા સુધીની વિકાસ યાત્રા) છે.

ભગવદ્ ગીતામાંથી જીવનની પદ્ધતિસર અને દાર્શનિક સમજ મળી રહે છે. જીવનના પડકારો સામે ઊભા રહેવાની શિક્ષા પણ ગ્રંથમાં સમાયેલી છે. જીવન અનેક પડકારોથી ભરેલું છે. ગીતાનું જ્ઞાન વ્યક્તિનું મન એકાગ્ર અને શાંત કરવામાં, એની નિર્ણયશક્તિ વધારવામાં અને અન્ય પ્રત્યે અનુકંપા જન્માવવામાં મદદરૂપ બનશે. બુદ્ધિ જીવનની રાહ પર વિવેકપૂર્ણ નિર્ણય લઈ શકશે. આ કોર્સનો હેતુ જીવનના વિશાળ બોધને ઓળખીને ગ્રહણ કરવા, વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ પર ભાર મૂકવા, સામાજિક અને વ્યક્તિગત સિદ્ધિને એકરૂપ જોવાનું શીખવવા અને વ્યક્તિની આંતરચેતનાનો વિકાસ કરાવવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

વકતાઓમાં પ્રતિષ્ઠિત વિદ્વાનો
આ કોર્સ માટેના પ્રતિષ્ઠિત વિદ્વાન વક્તાઓમાં શ્રી તદ્રુપાનંદજી, સ્વામી તન્મયાનંદજી, ભાઈશ્રી રમેશ ઓઝા, ડો. જયંતી રવિ, સ્વામી વિદિતાત્મનંદજી, સ્વામી નિજાનંદ સરસ્વતી, શ્રી ભાગ્યેશ જહા, સ્વામીની સમાનંદજી,વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્સના દરેક વર્ગની શરૂઆત મંત્રોચ્ચારથી થશે. વર્ગના પહેલા ભાગમાં મંત્રોચ્ચારના અર્થ અને અધ્યાયના ભાવાર્થ સમજાવવામાં આવશે. બીજા ભાગમાં અધ્યાયની વિગતવાર સમજૂતી આપવામાં આવશે, જેમાં કેટલાક વક્તા ઓડિયો-વિઝ્યુઅલનો પણ ઉપયોગ કરશે. સત્રના અંતિમ ભાગનો સમય સવાલ-જવાબ માટે રખાશે.

અન્ય સમાચારો પણ છે...