એરક્રાફ્ટ ક્રેશ:પુણેમાં સિંગલ સીટર ટ્રેનર એરક્રાફ્ટ ઈંધણ ખાલી થતાં તૂટી પડ્યું: મહિલા પાઈલટ ઘાયલ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સિંગલ સીટર ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને તેમાંની મહિલા પાઈલટને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સોમવારે સવારે 11.30 વાગ્યે ઈન્દાપુર તહસીલના કડબનવાડીમાં બની હતી. એક ખાનગી ઉડ્ડયન શાળાનું વિમાન પુણેના બારામતી એરપોર્ટ પરથી ઊડ્યું હતું. પાઈલટ ભાવના રાઠોડને સામાન્ય ઈજાઓ થઈ હતી. બારામતીમાં કાર્વર એવિયેશન દ્વારા તાલીમ આપવામાં આવે છે. સવારે બારામતીથી ઉડાણ ભર્યા બાદ વિમાન ક્રેશ થયું હતું. કાર્વર એવિયેશન બારામતીનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઇંધણ ખાલી થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. દાદારામ આબાજી બારહાટેના ખેતરમાં વિમાન પડ્યું હતું.

ઈજાગ્રસ્ત મહિલા પાઈલટને ઈન્દાપુર તાલુકાના શેલગાવની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.બારામતીમાં કાર્વર એવિયેશન દ્વારા પાઈલટ તાલીમ આપવામાં આવે છે. આ વિમાન માટે એપ્રેન્ટીસ પાઈલટ ભાવના રાઠોડ પ્રેક્ટિસ કરી રહી હતી. આ મુજબ સવારે બારામતીથી વિમાન ટેકઓફફ થયું હતું, પરંતુ થોડા સમય બાદ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. અચાનક વિમાનમાં બળતણ ખાલી થઈ ગયું અને વિમાન ઈન્દાપુર તાલુકાના કદબનવાડી ગામમાં એક ખેતરમાં તૂટી પડ્યું. આ ખેતર બારહાટેનું હતું.

અન્ય સમાચારો પણ છે...