માગણી:મનોરંજનના નવા વિકલ્પોને લીધે સિંગલ સ્ક્રીન થિયેટર ખોટમાં

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટ થતી હોવાથી બીજો વ્યવસાય કરવા પરવાનગીની માલિકોની માગણી

મનોરંજનના નવા માધ્યમોને કારણે સિંગલ સ્ક્રીન થિયેટર ખોટ ખાતા હોવાનો વસવસો મહારાષ્ટ્રના સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકો વ્યક્ત કરી રહ્યા છે. પ્રેક્ષકોએ સંપૂર્ણપણે પીઠ ફેરવી હોવાથી સિંગલ સ્ક્રીન થિયેટરની જગ્યામાં બીજો વ્યવસાય કરવાની પરવાનગી આપવી એવી માગણી રાજ્યના સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિક કરી રહ્યા છે.

કોરોના પહેલાંના સમયથી જ ફિલ્મ, ટીવી સીરિયલ અથવા વેબસીરિઝ જોવા માટે ઓટીટી જેવું માધ્યમ પ્રેક્ષકોને મળ્યું. ઓટીટી પ્લેટફોર્મની સાથે મલ્ટિપ્લેક્સ ઊભા થયા હોવાથી સિંગલ સ્ક્રીન થિયેટર પરથી પ્રેક્ષકોએ પીઠ ફેરવી. રાજ્યમાં ચાલુ છે એવા અને બંધ પડેલા તમામ સિંગલ સ્ક્રીન થિયેટરોને બધા પ્રકારના ટેક્સમાં રાહત આપવી એવી માગણી સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિએશન ઓફ ઈંડિયાએ કરી છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર વર્ષોથી જે ભૂખંડ પર સિંગલ સ્ક્રીન થિયેટર ઊભા છે તે ઠેકાણે થિયેટરને નવેસરથી બાંધવું ફરજિયાત છે. તેમ જ નવા સિંગલ સ્ક્રીન થિયેટરમાં 150 સીટ હોવી ફરજિયાત છે. આ શરત સરકારે રદ કરવી એવી માગણી પણ કરવામાં આવી છે. એ ઠેકાણે બીજો કોઈ વ્યવસાય કરી શકાતો નથી કે ભૂખંડ ભાડે આપી શકાતો નથી.

થિયેટર બંધ હોવા છતાં વીજ બિલ વસૂલી
કોરોનાના સમયમાં સરકારે સિંગલ સ્ક્રીન થિયેટર પરના કોઈ પણ કરમાં સવલત આપી નહીં એવો ગંભીર આરોપ પણ કરવામાં આવ્યો છે. થિયેટર બંધ હોવા છતાં વીજ બિલ વસૂલ કરવામાં આવ્યા એવી ફરિયાદ છે. તેથી મલ્ટિપ્લેક્સની સરખામણીએ સિંગલ સ્ક્રીન થિયેટરના પ્રોપર્ટી ટેક્સ, લાયસંસ રિન્યૂઅલ ફીમાં સવલત આપવાની માગણી કરવામાં આવી છે. ઉપરાંત થિયેટરના ભાગીદારને લાયસંસ સહેલાઈથી ટ્રાન્સફર કરી શકાય, હોર્ડિંગ ટેક્સ રદ કરવો, દરેક શો પેટે લેવામાં આવતી ફી માફ કરવી, નવા અને પુનર્વિકસિત થિયેટરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો વગેરે માગણી સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિએશન ઓફ ઈંડિયાએ રાજ્ય સરકાર સમક્ષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...