રાજકારણ:AIMIM આઘાડીને સાથ આપે એવા સંકેતઃ કોંગ્રેસનો આવકાર

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવૈસીએ કહ્યું, આઘાડી દ્વારા અમારો સંપર્ક કરાયો નથી

મહારાષ્ટ્રની રાજ્યસભાની છ બેઠકો માટેની આગામી ચૂંટણીમાં સમર્થન માટે સત્તાધારી મહાવિકાસ આઘાડી (એમવીએ)ના કોઈ પણ નેતાએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) પાસે સંપર્ક કર્યો નથી, એમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે દાવો કર્યો હતો. આ સામે તુરંત મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ ઓવૈસીના વિધાનને વધાવી લીધું છે અને રાજ્યસભાની ચૂંટણીમાં સાથ આપવા અનુરોધ કર્યો છે.ઓવૈસીએ નાંદેડમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જો તેઓને અમારું સમર્થન જોઈતું હોય તો તેમણે અમારો સંપર્ક કરવો જોઈએ. મહારાષ્ટ્રની 288 સભ્યોની વિધાનસભામાં એઆઇએમઆઇએમના બે સભ્યો છે, રાજ્યસભાની ચૂંટણી માટે 10 જૂને મતદાન થવાનું છે.

લગભગ બે દાયકા પછી, મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ રહી છે, કારણ કે છ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. શિવસેનાએ તેના બે ઉમેદવારો સંજય રાઉત અને સંજય પવારને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ત્રણ ઉમેદવારો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અનિલ બોંડે અને ધનંજય મહાડિકને મેદાનમાં ઉતાર્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ પ્રફુલ પટેલને અને કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ પાસે બે બેઠકો જીતવા માટે પૂરતા મત છે જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક-એક બેઠક જીતવાની સ્થિતિમાં છે.

AIMIMએ સોમવારે નાંદેડમાં તેના નેતાઓની બેઠક યોજી હતી, પરંતુ તે નક્કી કરી શક્યું નથી કે રાજ્યસભાની ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન કે ભાજપને સમર્થન આપવું. ઓવૈસીએ મંગળવારે કહ્યું, એમવીએના કોઈ નેતાએ અમારો અથવા મહારાષ્ટ્રના અમારા ધારાસભ્યોનો સંપર્ક કર્યો નથી. જો તેમને અમારા સમર્થનની જરૂર હોય તો તેઓએ અમારો સંપર્ક કરવો જોઈએ. જો તેઓને અમારું સમર્થન જોઈતું હોય તો તે ઠીક છે, અન્યથા અમે કોને ટેકો આપવો તે એક-બે દિવસમાં નક્કી કરીશું,” તેમણે કહ્યું.

સરકાર પાસે અમુક મુદ્દા ઉઠાવીશું
જોકે, ઔરંગાબાદના એઆઇએમઆઇએમના સાંસદ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે તેમની પાસે પાર્ટીના મતવિસ્તારોને લગતા કેટલાક મુદ્દા છે. અમે આ મુદ્દાઓને સરકાર સમક્ષ ઉઠાવીશું,” તેમણે કહ્યું. જો સત્તાધારી ગઠબંધન ભાજપને હરાવવા માંગે છે, તો તેણે ખુલ્લેઆમ એઆઇએમઆઇએમનો ટેકો લેવો પડશે.

દરમિયાન, શિવસેનાના નેતા અને વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે એમવીએના નેતાઓ મીડિયા સમક્ષ રજૂ કરાયેલ ઓવૈસીના પ્રસ્તાવ પર નિર્ણય લેશે. મીડિયામાં બોલવાથી કંઈ થવાનું નથી, તેમણે કહ્યું. એઆઇએમઆઇએમએ એમવીએના વરિષ્ઠ નેતાઓનો સીધો સંપર્ક કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...