ભાસ્કર વિશેષ:મહામારી પછી લક્ઝરી રહેણાક બજારમાં નોંધપાત્ર વધારો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ઝરી સુવિધાઓથી સમૃદ્ધ મુંબઈ સેન્ટ્રલ તેનો જ દાખલો : મકાનની કિંમતમાં 15 ટકાનો વધારો

મહામારી પછી લક્ઝરી રહેણાક બજારમાં વધારો થયો છે, જેના કુલ વેચાણમાં હિસ્સો વધીને વર્ષ 2022 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 14 ટકા થયો છે. મોટા ભાગનું લક્ઝરી રહેણાક બજાર દક્ષિણ મુંબઈ સુધી કેન્દ્રિત છે, જે એના અતિ-લક્ઝરી રહેણાકો અને ટોચના વિસ્તારો માટે જાણીતું છે. છેલ્લાં એક વર્ષમાં આ વિસ્તારમાં મકાનની સરેરાશ કિંતમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સાઉથ મુંબઈમાં સૌથી આકર્ષક અને ભવ્ય મકાનો સાથે મુંબઈ સેન્ટ્રલ મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેન્ટ માટે આતુર લોકો માટે સૌથી મનપસંદ લોકેશન ઝડપથી બની રહ્યું છે. સર્વશ્રેષ્ઠ લક્ઝરી સુવિધાઓથી સંપન્ન મુંબઈ સેન્ટ્રલ આકર્ષક ગગનચુંબી ઇમારતો ધરાવે છે, જે આકર્ષક નજારા અને ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે મહેલ જેવા ઘરો ધરાવે છે. અગાઉ બોમ્બે સેન્ટ્રલ તરીકે પ્રસિદ્ધ આ વિસ્તાર વેસ્ટર્ન લાઇનમાં મુખ્ય વિસ્તારો પૈકીનો એક છે, જેનું રેલવે સ્ટેશન લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે લોકપ્રિય છે. આ વિસ્તારમાં કેટલાક લોકપ્રિય વિસ્તારો છેઃ

અલ્ટામાઉન્ટ રોડ, નેપિયન સી રોડ, મૂરલેન્ડ રોડ, બ્રીચ કેન્ડી, ડો. એ એલનાયર રોડ, તારદેવ, બેલાસિસ રોડ અને આ પ્રકારના અન્ય ઘણા લોકપ્રિય વિસ્તારો છે. પ્રસિદ્ધ રહેણાક સીમાચિહનો ઉપરાંત આ વિસ્તાર વોકહાર્ટ હોસ્પિટલ, મરાઠા મંદિર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એર કન્ડિશન માર્કેટ, આરટીઓ તારદેવ, બીવાયએલ નાયર ચેરિટેબલ હોસ્પિટલ, વાયએમસીએ મેદાન, સનદત્તા હાઈ સ્કૂલ અને અન્ય ઘણા આ પ્રકારનાં જાણીતાં સીમાચિહનો ધરાવે છે.આ લોકેશન પર સેટેલાઇટ ડેવલપર્સના સેલ્સ, માર્કેટિંગ અને સીઆરએમના વીપી હિમાંશુ જૈને કહ્યું હતું કે, “સાઉથ મુંબઈ હંમેશાં શ્રેષ્ઠ આકાંક્ષી સ્થાન છે. તેમાં મુંબઈ સેન્ટ્રલ કેટલાંક કારણોસર રહેવા અને કામ કરવા આ પ્રકારનો મોંઘો વિસ્તાર છે. અહીંનું લોકેશન અતિ ભવ્ય લિવિંગ અનુભવ સાથે ઉત્કૃષ્ટ મૂલ્ય ઓફર કરે છે.

જોકે મુંબઈ સેન્ટ્રલ સતત વધતા માળખા અને વિકાસને ટેકો આપવા પર્યાપ્ત ક્ષમતા ધરાવતો નથી. પરિણામે આગામી વર્ષોમાં અહીં વિકાસની એક લહેર જોવા મળશે તથા ડેવલપર્સ અને પ્રોપર્ટીના ગ્રાહકો માટે એકસમાન રીતે વિશિષ્ટ તક ઊભી કરશે. આસપાસ અનેક નવા લોંચની અપેક્ષા સાથે આ અપમાર્કેટ મકાનના ગ્રાહકો અને રોકાણકાર સમુદાય પાસેથી એકસમાન રીતે મહત્વપૂર્ણ રસ ઊભો કરે છે.”

વિસ્તાર કઈ રીતે કનેક્ટેડ છે
મુંબઈ સેન્ટ્રલ વિસ્તાર નરિમાન પોઇન્ટ અને કફ પરેડના વાણિજ્યિક કેન્દ્રો સાથે સારી રીતે જોડાયેલો છે તથા દક્ષિણ મુંબઈમાં અતિ પ્રસિદ્ધ રહેણાક અને વાણિજ્યિક સ્થાન છે. આ વિસ્તારમાં હંમેશા સરકારી પરિવહનની સુવિધા મળી રહે છે તથા અદ્યતન શૈક્ષણિક અને હેલ્થકેર સંસ્થાઓ તેમ જ હોટેલ્સ અને શ્રેષ્ઠ ડાઇનિંગ રેસ્ટોરાં સાથે મોટા ભાગે પર્યાપ્ત રીતે સજ્જ છે. મકાનના ગ્રાહકો વચ્ચે દક્ષિણ મુંબઈની લોકપ્રિયતા માટે એની કનેક્ટિવિટી અને સુવિધાઓ છે. કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ કોરિડોર તરીકે જાણીતી આગામી મુંબઈ મેટ્રો લાઇન 3 અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટ (એમટીએચએલ) કનેક્ટિવિટીમાં વધુ વધારો કરશે અને આ ઝોનમાં મકાનની માગને વેગ આપશે એવી અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...