ભાસ્કર વિશેષ:આવતા વર્ષે કુર્લા એલિવેટેડથી પનવેલ માટે શટલ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલના પ્લેટફોર્મ નંબર 7 અને 8 પરથી લાંબા અંતરની ટ્રેન છૂટશે

મધ્ય રેલવેની પાંચમી અને છઠ્ઠી લેનનું કામ કુર્લા-પરેલ અને સીએસએમટી સુધી રખડી પડ્યું છે. મુંબઈ સીએસએમટીથી કુર્લા પાંચમી અને છઠ્ઠી લેનના કનેક્શન તરીકે કુર્લા હાર્બરમાં એલિવેટેડ સ્ટેશન બાંધવામાં આવી રહ્યું છે. એના માટે હાર્બરના કુર્લા સ્ટેશનમાં અત્યારના પ્લેટફોર્મ નંબર 7 અને 8 લાંબા અંતરની ટ્રેન માટે વાપરવામાં આવશે.

તિલકનગર સ્ટેશનની દક્ષિણ બાજુથી કુર્લા સ્ટેશનની દક્ષિણ બાજુ તરફ 1.1 કિલોમીટરનો એલિવેટેડ માર્ગ બાંધવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યાં કુલ ત્રણ એલિવેટેડ પ્લેટફોર્મ ઊભા કરવામાં આવી રહ્યા છે. અપ અને ડાઉન તેમ જ એક અતિરિક્ત ટર્મિનલ પ્લેટફોર્મ બાંધવામાં આવી રહ્યા છે.

કુર્લાથી પનવેલ શટલ લોકલ બંને દિશામાં ચલાવવા આ એક્સ્ટ્રા ટર્મિનલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે એવી માહિતી મળી છે. અત્યારના કુર્લા હાર્બર સ્ટેશનની તમામ એક્ટિવિટી એલિવેટેડ પ્લેટફોર્મ પર ખસેડાશે અને ત્યાં ટિકિટ બારી તથા બીજી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

તેમ જ ટ્રોમ્બે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જતી-આવતી માલગાડીઓ માટે અત્યારે હાર્બરનો કુર્લાથી વડાલા માર્ગ વાપરવામાં આવે છે. એના બદલે વડાલાથી કુર્લા નવો માર્ગ માલગાડી માટે બાંધવામાં આવી રહ્યો છે. તેથી હાર્બરની લાઈન અટવાય જવાની ઘટનાઓ બંધ થશે.

45 ટકા કામ પૂરું : આ એલિવેટેડ માર્ગ માટે અંદાજે 125 કરોડ રૂપિયા ખર્ચ થશે. એની પહેલી ડેડલાઈન 13 જાન્યુઆરી 2019 હતી પણ અત્યાર સુધી ચારથી પાંચ વખત આ ડેડલાઈન ઠેલાઈ છે. અત્યારે આ માર્ગનું 45 ટકા કામ પૂરું થયું છે. 2023ના અંતમાં આ માર્ગ પૂરો થશે. આ માર્ગ બાંધવા માટે ત્રણ વર્ષનો સમયગાળો ગણવામાં આવ્યો હતો.

હાર્બર લાઈન પી.ડિમેલો રોડ પર ખતમ
હાર્બર લાઈન સેન્ડહર્સ્ટ રોડથી વાળીને પી. ડિમેલો રોડ પર લઈ જવાની અને ત્યાં જ ખતમ કરવાની યોજના છે. તેમ જ સેન્ડહર્સ્ટ રોડથી સીએસએમટી હાર્બર લાઈનના બે પ્લેટફોર્મ પાંચમી અને છઠ્ઠી લેન માટે વાપરવાની યોજના છે.

હાર્બરનો પાંચમી અને છઠ્ઠી લેન માટે ઉપયોગ
કુર્લાથી પરેલ અને પરેલથી સીએસએમટી પાંચમી અને છઠ્ઠી લેનના 17.60 કિલોમીટર માર્ગ માટે 890 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું છે. મસ્જિદ બંદર અને સેન્ડહર્સ્ટ રોડ દરમિયાન ખાનગી જગ્યા, માટુંગાથી સાયન દરમિયાનના ઝૂપડાઓ તથા સાયન-કુર્લા અને વિદ્યાવિહાર દરમિયાન ખાનગી જગ્યા તાબામાં લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે...