નવો ખુલાસો:આફ્તાબ પૂનાવાલા ડ્રગ્સનો બંધાણી થઈ જતાં શ્રદ્ધા વાલકર પરેશાન હતી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રદ્ધાએ મિત્ર અભિનેતા ઈમરાન ખાન પાસે મદદ માગી હતી

નવી દિલ્હીના મેહરૌલી ખાતે લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વિકાસ વાલકર (27)નું ગળું ઘોંટીને હત્યા કર્યા પછી શરીરના 35 ટુકડા કરી 300 લિટરના ફ્રિજમાં ત્રણ સપ્તાહ સુધી રાખ્યા પછી નજીકના જંગલમાં અલગ અલગ ઠેકાણે ટુકડાઓ ફેંકનારા આફ્તાબ અમીન પૂનાવાલા (28) હવે નવો ખુલાસો થયો છે.

શ્રદ્ધાના મિત્ર ટીવી અભિનેતા ઈમરાન નાઝીર ખાન અનુસાર આફ્તાબ ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હતો, જેથી શ્રદ્ધા પરેશાન હતી.શ્રદ્ધાએ લગભગ બે વર્ષ પૂર્વે ઈમરાનનોસંપર્ક કરીને કહ્યું કે આફ્તાબ ડ્રગ્સને રવાડે ચઢી ગયો છે અને તેની તે આદત છોડાવવા માગે છે. ઈમરાનની શ્રદ્ધાએ આમાં મદદ માગી હતી.

ઈમરાન પોતાના વતન કાશ્મીરમાં ગયો હતો. તે 21 નવેમ્બરે પાછો મુંબઈમાં આવ્યો ત્યારે તેને શ્રદ્ધાની હત્યા વિશે જાણ થતાં આંચકો લાગ્યો હતો. નઝીરે કહ્યું, હું શ્રદ્ધાને ઓળખતો હતો, ફેબ્રુઆરી 2021માં તેણે મને મળવા માટે બોલાવ્યો હતો. તેણે મને કહ્યું કે તેનું જીવન મુશ્કેલીમાં આવી ગયું છું.

શ્રદ્ધા અનુસાર આફ્તાબ ડ્રગ્સને રવાડે ચઢી ગયો હતો. છેલ્લાં 2થી 3 વર્ષથી તે ડ્રગ્સ લેતો હતો. તેનું વ્યસન છોડાવવા માટે વ્યસનમુક્તિ કેન્દ્ર વિશે શ્રદ્ધાએ પૂછ્યું હતું. તેને લાગતું હતું કે શ્રદ્ધા વ્યસનમુક્તિ કેન્દ્રમાં જઈને સાજો થઈ જશે, એમ ઈમરાને જણાવ્યું હતું.

મને શ્રદ્ધાએ વ્યસનમુક્તિ કેન્દ્ર સાથે કોઈ સંપર્ક છે કે કેમ એવું પૂછ્યું હતું. તેને આ વિશે જાણકારી નહીં હોવાથી મારી મદદ માગી હતી. તે સમયે તેણે શ્રદ્ધાને વચન આપ્યું કે આ બાબતમાંતે તેની જરૂર મદદ કરશે. જોકે શ્રદ્ધા દિલ્હીમાં જતી રહ્યા પછી સંપર્કમાં નહોતી, એમ ઈમરાને જણાવ્યું હતું.નોંધનીય છે કે ઈમરાને અનેક યુવાનોને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત થવામાં મદદ કરી છે.

ઈમરાન બહુમુખી હસ્તી
ઈમરાને અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે પ્રસિદ્ધ સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર પણ છે અને વિડિયો બ્લોગર છે. તેણે તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. અનેક એનજીઓ માટે તે કામ કરે છે. તે સમાજસેવક પણ છે. રસ્તા પર ગુજરાન કરતા અનેક નાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું મોટું કામ પણ તે કરે છે. તેમની દવાઓનો ખર્ચ પણ ઈમરાન ઉપાડે છે. આથી ઈમરાન મદદ કરશે એવી શ્રદ્ધાને આશા હતી.

અન્ય સમાચારો પણ છે...