આત્મહત્યા:મુલુંડમાં મિત્રના મૃત્યુથી આઘાત પામેલા કચ્છી યુવાનની આત્મહત્યા

મુંબઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં પત્ની અને દીકરો બહાર જતાં એકાંતનો લાભ લેતાં ગળે ફાંસો ખાધો

મુલુંડ-વેસ્ટમાં 42 વર્ષના કચ્છી શખસે તેના ઘરે શનિવારે સવારે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં લોહાણા સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. કચ્છના માંડવી તાલુકાના બાયડ ગામનો વતની અને મુલુન્ડ- વેસ્ટમાં તાંબેનગરમાં એક રૂમ રસોડાના મકાનમાં ભાડેથી રહેતા મયુર રમણિકલાલ ખાંટે (ઠક્કર) શનિવારે સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારમાં પત્ની જ્યોત્સ્ના અને 9 વર્ષના દીકરો છે.

મયુરના કાકાના દીકરા લોરેન્સે “દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે, મયુર જૂનાં વાહનો લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. બારેક દિવસ પહેલાં તેનો અત્યંત નજીકનો મિત્ર નિલેશ માળીનું હૃદયરોગથી અવસાન થયું હતું. એ તેનો ખાસ મિત્ર હતો. મિત્રના મૃત્યુ પછી મયુર ડિપ્રેશનમાં આવી ગયો હતો.

શનિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ મયુરે પંખાના હૂક સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્ની જ્યોત્સ્ના આસપાસમાં રસોઈનું કામ કરે છે. આથી રોજ મુજબ શનિવારે સવારે 7.00 વાગ્યે રસોઇ કરવા ઘરેથી નીકળી ગઈ હતી. વળી, તેનો દીકરો શુક્રવારે માસીના ઘરે રહેવા ગયો હતો. એથી ઘરમાં કોઈ નહોતું.

જ્યોત્સ્ના સવારે 8.30 વાગ્યે ઘરે આવી અને તેની પાસેની ચાવીથીદરવાજો ખોલતાં પતિ પંખાને ગળે ફાંસો ખાધેલી હાલમાં દેખાયો હતો. આસપાસમાં લોકો ભેગા થયા. તેમણે મયુરને નીચે ઉતાર્યો અને નજીકની અગ્રવાલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે ડોક્ટરોએ દાખલ કરવા પૂર્વે જ મૃત્યુ થયું હોવાનું ઘોષિત કર્યું હતું, એમ સિનિયર પીઆઈ કાંતિલાલ કોથિંબિરેએ જણાવ્યું હતું. મિત્રના મૃત્યુ પછી આઘાતમાં મયુરે પણ અંતિમ પગલું ભર્યું હશે એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...