મહારાજની જગદંબા તલવાર:બ્રિટનથી શિવરાયની જગદંબા તલવાર હવે મહારાષ્ટ્રમાં આવશે

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

છત્રપતિ શિવાજી મહારાજની જગદંબા તલવાર બ્રિટનમાંથી પાછી મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે, એવી ઘોષણા સાંસ્કૃતિક કાર્યમંત્રી સુધીર મુનગંટીવારે કરી છે. કેન્દ્ર સરકારના માધ્યમથી ચર્ચા કરીને આ તલવાર પાછી લાવવામાં આવશે. 2024 સુધીમાં જગદંબા તલવાર મહારાષ્ટ્રમાં લાવવાનો અમારો પ્રયાસ છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક પાસેથી આશા છે અને તેથી જ કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીશું. શિવ રાજ્યાભિષેકને 2024માં સાડાત્રણસો વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આથી વિભાગના માધ્યમથી અમે વિવિધ કાર્યક્રમોની યોજના બનાવી રહ્યા છીએ. બ્રિટનની તલવાર મળે તો બેહદ ખુશી થશે, એમ તેમણે જણાવ્યું હતું.શિવરાયની વિજયની ઘોડદોડની સાક્ષીદાર અને લડાઈમાં દુશ્મનોને પાણી પિવડાવનારી જગદંબા તલવાર મહારાષ્ટ્રમાં આવવી જોઈએ, કારણ કે તે શિવરાયના પરાક્રમની સાક્ષીદાર છે. ઈન્ગ્લેન્ડના પ્રિન્સ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે આ તલવાર ભેટ તરીકે આપી હોવાની નોંધ છે. 1875-76માં આ તલવાર ભારતમાંથી ઈન્ગ્લેન્ડમાં ગઈ, જેને લીધે તે તલવાર આપણી પાસે આવવી જોઈએ એવી માગણી મહારાષ્ટ્રની છે.બ્રિટનના સંગ્રહાલયમાં તલવાર છત્રપતિ શિવાજી મહારાજની બે તલવાર પ્રસિદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...