ઘોષણા:રાજ્યપાલનું ધોતિયું ફાડનારને દોઢ લાખ ઈનામ આપવાની શિવસેનાની ઘોષણા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠેર ઠેર પ્રતિમાને જોડા મારો આંદોલન

છત્રપતિ શિવાજી મહારાજ વિશે અવમાનકારક વક્તવ્ય કરનારા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનું ધોતિયું ફાડનારને ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા રૂ. 1.51 લાખનું ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી છે. અગાઉ પુણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા રૂ. 1 લાખનું ઈનામ જાહેર કરાયું હતું.કોશ્યારી અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ શિવરાયની બાબતમાં અવમાનકારક વક્તવ્ય કરીને આખા હિંદુસ્થાનમાં શિવભક્તોની ભાવનાઓ દુભાવી છે.

આથી રાજ્યપાલની તુરંત હકાલપટ્ટી કરવી જોઈએ અને ત્રિવેદી સામે કાર્યવાહી કરવી જોઈએ, એવી માગણી સોલાપુર શિવસેના વતી કરાઈ છે.દરમિયાન સોલાપુરમાં કોશ્યારી અને ત્રિવેદીની પ્રતિમાને જોડા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જોરદાર ઘોષણાબાજી કરાઈ હતી. ચલે જાઓ, ચલે જાઓ, કોશ્યારી ચલે જાઓ, કશ્યારી હાય હાય, તિવારી હાય હાય, દેવેન્દ્ર ફડણવીસ હાય હાય, ભાજપ હાય હાય એવી ઘોષણા કરવામાં આવી હતી.

આ પટકથા પાછળ ભાજપ છે : શિવરાયનું અપમાન કરતી આ પટકથામાં મહારાષ્ટ્ર ભાજપ સામેલ છે. વીર સાવરકરનું અપમાન થયું તેથી સંપૂર્ણ કોંગ્રેસ અને ગાંધી પરિવારને ગુનેગાર ઠરાવનારાઓ શિવરાયનું અપમાન પર શાંત છે. આ ભાગેડુ વૃત્તિ છે. તેમને રાજ્યપાલના ધોતિયામાં બાંધીને અરબી સમુદ્રમાં ડુબાડવા જોઈએ, એવી ટીકા ઉદ્ધવ ઠાકરે સેનાએ ભાજપ અને શિંદે જૂથ પર કરી છે. શિવરાયનું અપમાન કરનારે મહારાષ્ટ્રની સામે નાક ઘસીને માફી માગવી જ પડશે, એવો ઈશારો પણ ઠાકરેના મુખપત્ર સામનામાં આવ્યો છે.

શિંદે જૂથમાં સાહસ નથી
ઠાકરેએ જણાવ્યું કે આવા શિવરાયદ્વેષી રાજ્યપાલ પાસે શિંદે- ફડણવીસે શપથ લેવડાવ્યા છે તેથઈ આવા રાજ્યપાલને તુરંત હટાવવા જોઈએ એવું કહેવાનું સાહસ તેમની અંદર નથી. રાહુલ ગાંધીએ સાવરકરને માફીવીર ગણાવ્યા ત્યારે ભાજપ, શિંદે જૂથને ખોટું લાગ્યું. તેઓ રસ્તા પર ઊતર્યા. શિવસેનાનું હવે વલણ શું છે એવું પૂછીને રાહુલ ગાંધીની પ્રતિમાને જોડા મારો આંદોલન શરૂ કર્યું. હવે તે બધા જોડા પોતાના જ હાથે પોતાના જ કાન નીચ મારવાનો વારો આ જોડાબાજો પર આવ્યો છે.

રાજ્યપાલના મત વ્યક્તિગત નથી હોતા
ઠાકરેએ જણાવ્યું કે શિવરાયના વિચાર અને માર્ગદર્શન જૂના થઈ ગયા છે એવું ભાજપ ખુલ્લેઆમ બોલે છે અને આવું બોલનારા રાજ્યપાલ મહારાષ્ટ્રને મળ્યા છે. આ કયા જન્મનું પાપ મહારાષ્ટ્રના માથે બેસાડ્યું છે? ભાજપના વિધાનસભ્ય સંજય કુટેએ કહ્યું કે રાજ્યપાલનો તે મત વ્યક્તિગત છે. જોકે બંધારણીય પદ પર બેસાડેલી વ્યક્તિ વ્યક્તિગત મત કરી નહીં શકે. આ મત રાજ્યના અને રાષ્ટ્રના હોય છે તે કુટેને કોઈકે કહેવું જોઈએ. પોતાની પર આવ્યું એટલે વ્યક્તિગત મત, તો પછી રાહુલ ગાંધીનો મત પણ વ્યક્તિગત ઠરાવો, એવી ટીકા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...