શહેર પ્રમુખની ઘોષણા:કોલ્હાપુરમાં શિવસેના કાર્યકારિણી રદ્દ : બળવાનો ચેપ આગળ વધ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવસેનાને નવું બળ આપવાની શહેર પ્રમુખની ઘોષણા

કોલ્હાપુરમાં બળવાખોરીની ગંધ આવતાં જ શિવસેના કાર્યકારિણી બરખાસ્ત કરવામાં આવી છે. સરકિટ હાઉસ ખાતે રવિવારે પાર પડેલી શિવસેનાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેનાના શહેર પ્રમુખ સુનીલ મોદી અને સાંસદ સંજય મંડલિકે શિવસેનાની કાર્યકારિણી બરખાસ્ત કરવામાં આવી છે એવી ઘોષણા કરી છે. આથી સર્વ કાર્યકારિણી અને પદાધિકારી બરખાસ્ત થઈ ગયા છે.

શિવસેનામાં ઊભી ફૂટ પડ્યા પછી તેના પડઘા હવે સ્થાનિક સ્તરે પણ પડી રહ્યા છે. એકનાથ શિંદેના જૂથમાં ગયેલા રાજ્ય નિયોજન મંડળના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ક્ષીરસાગર અને વિધાનસભ્ય પ્રકાશ આબિટકરની બળવાખોરી પછી કોલ્હાપુર મહાપાલિકા કાર્યક્ષેત્રની શિવસેનાની કાર્યકારિણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસ પૂર્વે જ શહેર પ્રમુખ સહિત અનેક પદ પરથી ક્ષીરસાગરના સમર્થકોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. હવે જૂની કાર્યકારિણી બરખાસ્ત કરવામાં આવી હોવાની ઘોષણા સાંસદ સંજય મંડલિકે કરી છે.

શિવસેનામાં બળવાખોરી પછી હવે ઉદ્ધવ ઠાકરે જૂથે પણ ફરી નવી પક્ષ બાંધણી કરવાની શરૂઆત કરી છે. કોલ્હાપુરમાં બળવાખોર વિધાનસભ્ય પ્રકાશ આબિટકર અને રાજ્ય નિયોજન મંડળના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ક્ષીરસાગરની સાથે તેમના સમર્થકોની પણ હવે શિવસેનાના શહેર પ્રમુખ સહિત અનેક પદ પરથી હકાલપટ્ટી કરીને નવા પદાધિકારી નીમવામાં આવ્યા છે. હવે જૂની શહેર કાર્યકારિણી પણ બરખાસ્ત કરવામાં આવી છે.

31 ઓગસ્ટ સુધી પુનઃબાંદણી
આગામી 31 ઓગસ્ટ સુધી આખા પક્ષની પુનઃબાંધણી કરવામાં આવશે. શિવસેનાને નવું બળ આપવામાં આવશે, એમ સુનીલ મોદીએ જણાવ્યું હતું. આ સમયે સંજય મંડલિક, શિવસેના જિલ્લા પ્રમુખ અને બધા પદાધિકારી હાજર હતા.

નવા શહેર પ્રમુખની નિયુક્તિ
એકનાથ શિંદેએ શિવસેનામાં બળવાનો ઝંડો ઉપાડ્યો ત્યારે તેમાં કોલ્હાપુર જિલ્લાના શિવસેનાના બંને વિધાનસભ્ય પ્રકાશ આબિટકર અને માજી આરોગ્ય રાજ્ય મંત્રી રાજેન્દ્ર પાટીલ યડ્રાવકર અને નિયોજન મંડળના કાર્યાધ્યક્ષ રાજેશ ક્ષીરસાગર પણ જોડાઈ ગયા, જેને કારણે શિવસેનાને મોટો આંચકો લાગ્યો હતો. તે પછી ક્ષીરસાગરે પણ શિંદે જૂથમાં જોડાવાનો નિર્ણય લેતાં શહેરમાં શિવસેનાને મોટો આંચકો લાગ્યો.

આ ધ્યાનમાંલેતાં શિવસેનાએ હવે ફરીથી પક્ષ બાંધણીની શરૂઆત કરી છે. હવે કોલ્હાપુર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર માટે શહેર પ્રમુખ તરીકે સુનીલ મોદી અને કોલ્હાપુર દક્ષિણ શહેર વિધાનસભા મતવિસ્તાર માટે રવિકિરણ ઈંગવલેની શહેર પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...