શ્રદ્ધા:શિર્ડી સાઈબાબાને ચરણે 15 દિવસમાં રૂ. 18 કરોડનું દાન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, ઓનલાઈન દાન, ચેક, સોનું, ચાંદી, ફોરેન એક્સચેન્જનો સમાવેશ

દિવાળીની રજાઓમાં શિર્ડી સાઈબાબાને ચરણે કરોડો રૂપિયાનું દાન જમા થયું છે. 20 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 15 દિવસમાં રૂ. 18 કરોડનું દાન ભાવિકોએ સાઈચરણે અર્પણ કર્યું છે. તેમાં રોકડ રકમ, ઓનલાઈન દાન, ચેક, સોનું, ચાંદી, ફોરેન એક્સચેન્જનો સમાવેશ થાય છે.બે વર્ષ પછી કોરોનાનાં નિયંત્રણો વિના તહેવારોની ધૂમધડાકાભેર ઉજવણી થઈ. ખાસ કરીને દિવાળી અને વીકએન્ડની રજાનો સુમેળ સાધતાં ભાવિકોએ શિર્ડીમાં સાઈબાબાનાં દર્શન માટે ભારે ભીડ કરી હતી. દિવાળીની રજાઓના પહેલા જ વીકએન્ડમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી.

ખાસ કરીને ઉક્ત 15 દિવસમાં ભાવિકોની હકડેઠઠ ગિરદી જોવા મળી હતી. સાઈનામના જયઘોષ સાથે શિર્ડીનગરી ધમધમી ઊઠી હતી. બજારો પણ ભાવિકોથી ફૂલી હતી. લાખ્ખો ભાવિકોએ સાઈનાં દર્શન લીધાં અને સાઈચરણે મન મૂકીને દાન કર્યું.દાનની વાત કરીએ તો દક્ષિણા પેટીમાં 3 કરોડ 11 લાખ 79 હજાર 184 રૂપિયા જમા થયા છે.

કાઉન્ટર પર 7 કરોડ 54 લાખ 45 હજાર 408 રૂપિયા, ઓનલાઈન દાનમાં 1 કરોડ 45 લાખ 42 હજાર 808 રૂપિયા, ચેક અને ડીડી થકી 3 કરોડ 3 લાખ 55 હજાર 946 રૂપિયાનું દાન કરાયું છે. મની ઓર્ડર દ્વારા 7 લાખ 28હજાર 833 રૂપિયા, ડેબિટ ક્રેડિટ કાર્ડ થકી 1 કરોડ 84 લાખ 22 હજાર 426 રૂપિયા, સોનાના રૂપમાં રૂ. 39.53 લાખનું 860.450 ગ્રામ સોનું, રૂ. 5.45 લાખની 13345.970 ગ્રામ ચાંદી, 29 દેશના રૂ. 24.80 લાખ વિદેશી ચલણ જમા થયું છે.

અન્ય સમાચારો પણ છે...