જાતીય સતામણી:શર્લિન ચોપરાની સાજિદ ખાન વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિયાલિટી શોમાં સ્પર્ધક સાજિદને બોલાવીને જવાબ નોંધવાનું આશ્વાસન

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાએ દિગ્દર્શક સાજિદ ખાન વિરુદ્ધ જાતીય અત્યાચારની ફરિયાદ દાખલ કરી હતી. શનિવારે રાતના જુહુ પોલીસ સ્ટેશનમાં શર્લિને ફરિયાદ નોંધાવી હતી. જુહુ પોલીસે શર્લિનનો જવાબ નોંધ્યો હતો. એ પછી પ્રસારમાધ્યમો સાથે વાત કરતા સાજિદ ખાનને પોલીસ જવાબ નોંધાવવા બોલાવશે એવી પ્રતિક્રિયા એણે આપી હતી.

મહિલા પોલીસ અધિકારીએ મારું સ્ટેટમેંટ રેકોર્ડ કર્યું છે અને પોલીસે આશ્વાસન આપ્યું છે તે સાજિદ ખાનને ટૂંક સમયમાં રિયાલિટી શોમાંથી બોલાવીને એનો જવાબ નોંધશે. સાજિદ ખાન અત્યારે એક રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે ગયો છે.

જુહુ પોલીસે આ પ્રકરણમાં ધ્યાન આપીને આરોપીને સજા અપાવવી. આરોપી કોઈ પણ હોય, ફરાહ ખાનનો ભાઈ હોય કે સલમાનનો લાડકો હોય. અત્યારે આરોપી રિયાલિટી શોમાં જઈને આરામ ફરમાવી રહ્યો છે. મને ન્યાય જોઈએ છે. એના માટે જ હું પોલીસ પાસે આવી છું. તેથી પોલીસે વહેલાસર કાયદાકીય કાર્યવાહી કરવી અને યોગ્ય તપાસ કરીને આરોપી સાજિદની ધરપકડ કરવી એમ શર્લિન ચોપરાએ જણાવ્યું હતું. હું સલમાનના ભાઈજાન તરીકે સંબોધું છું. એટલે હું એની બહેન જેવી છું. એણે મારી મદદ કરવી. હું સલમાન ખાનના ઘરની બહાર શાંતીપૂર્વક આંદોલન કરીશ એમ શર્લિને સ્પષ્ટ કર્યું હતું.

દરમિયાન સાજિદ ખાન 2018થી વિવાદમાં અટવાતો રહ્યો છે. મી ટૂ ઝુંબેશ ચાલુ હતી ત્યારે અનેક અભિનેત્રીઓએ તેમની સાથે થયેલા જાતીય અત્યાચારને વાચા આપી હતી. એમાં અનેક અભિનેત્રીઓએ સાજિદ ખાન વિરુદ્ધ જાતીય અત્યાચારના આરોપ કર્યા હતા. તાજેતરમાં અભિનેત્રી રાણી ચેટરજીએ પણ સાજિદ પર ગંભીર આરોપ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...