ઘોષણા:દીપાલી સૈયદના રશ્મિ ઠાકરે સહિત અનેક નેતાઓ પર ગંભીર આરોપ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિંદે જૂથમાં પ્રવેશ કરવાનો સંકેત આપ્યો

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને ભેગા કરવા માટે પ્રયત્ન કરવાની ઘોષણા કરનારી અભિનેત્રી દીપાલી સૈયદે બુધવારે શિંદે જૂથમાં પ્રવેશ કરે એવો સંકેત આપ્યો હતો. વર્ષા બંગલાની બહાર પ્રસારમાધ્યમો સાથે વાત કરતાં દીપાલીએ ઠાકરે સેનાના નેતા અને વિધાન પરિષદના ઉપસભાપતિ ડો. નીલમ ગોરહે, સુષમા અંધારે અને ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. મુંબઈ મહાપાલિકાના ખોખાં માતોશ્રીમાં પહોંચતાં ન હોવાનો વસવસો રશ્મિબહેનને છે એવી ટીકા તેમણે કરી હતી.

દીપાલી સૈયદે ગયા વખતની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. ચૂંટણીમાં પરાજય થયા પછી દીપાલી હંમેશાં શિવસેનાના કાર્યક્રમોમાં હાજરી આપતી હતી. શિવસેનામાં બળવો થયા બાદ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને ભેગા કરશે અને બંનેની બેઠક કરાવશે એવી ઘોષણા કરી હતી.

થોડા દિવસ પહેલાં દીપાલી મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળી હતી. એ પછી પક્ષપ્રવેશ બાબતે ચર્ચા કરવા એકનાથ શિંદેની મુલાકાત કરી હતી એમ પ્રસારમાધ્યમોને જણાવ્યું હતું. મને એકનાથ શિંદે શિવસેનામાં લાવ્યા હતા. તેથી હવે તેમને સાથ આપીશ એમ અભિનેત્રીએ જણાવ્યું હતું. ગયા વખતની વિધાનસભા ચૂંટણીમાં દીપાલી સૈયદે મુંબ્રા મતદારસંઘમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ ચૂંટણી લડી હતી. એ સમયે દીપાલીને 33 હજાર 644 મત મળ્યા હતા અને આવ્હાડને 1 લાખ 9 હજાર 283 મત મળ્યા હતા.

પક્ષપ્રમુખ ઉદ્ધવના પત્ની પર ગંભીર આરોપ
પ્રસારમાધ્યમો સાથે વાત કરતા દીપાલી સૈયદે નીલમ ગોર્હે, સુષમા અંધારે અને સંજય રાઉતની ટીકા કરી હતી. નીલમ ગોર્હે અને સુષમા અંધારે ચિલ્લર છે. ખોખા પાછળના મુખ્ય સૂત્રધાર રશ્મિ ઠાકરે હોવાનો આરોપ દીપાલીએ કર્યો હતો. મુંબઈ મહાપાલિકામાંથી આવતા ખોખા સમયસર પર માતોશ્રી પર પહોંચતા નથી એનો વસવસો રશ્મિ ઠાકરેને છે એમ દીપાલીએ જણાવ્યું હતું.

સંજય રાઉતે પક્ષ ફોડ્યો
દીપાલી સૈયદે શિવસના સંસદસભ્ય સંજય રાઉતની પણ ટીકા કરી હતી. કોઈ પક્ષ કેવી રીતે ફોડવો એનું ઉત્તમ ઉદાહરણ સંજય રાઉત છે. રાઉતને તેમના પાપની સજા મળી રહી છે એવી ટીકા સૈયદે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...