• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • 'Seed ATM Ball' In School On The Occasion Of Amrutamhotsav, As Many Trees As The Student Plants In A Year Will Be Given To The School

પર્યાવરણ વિશે આસ્થા નિર્માણનો હેતુ:અમૃતમહોત્સવ નિમિત્તે શાળામાં ‘સીડ ATM બોલ’, એક વર્ષમાં વિદ્યાર્થી જેટલાં ઝાડ જિવાડશે તેટલી શાળા વસ્તુ અપાશે

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના અહમદનગરના પારનેર તાલુકાના નિઘોજથી નજીક લાખેવાડી (મલઠણ) શાળામાં સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવનું નિમિત્ત સાધીને પ્રિન્સિપાલ દત્તાત્રય જગતાપે વિદ્યાર્થીઓ અને સહકારી શિક્ષક શિવાજી ભુજબળની મદદથી સીડ એટીએમ બોલ ઉપક્રમનો અમલ કર્યો છે. એ વર્ષમાં વિદ્યાર્થીઓ જેટલાં ઝાડ જિવાડશે તેટલાં ઝાડની સંખ્યા જેટલી શાળા ઉપયોગી વસ્તુઓ વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય પ્રિન્સિપાલે લીધો છે.

શાળામાં બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને માટીથી નાના નાના બોલ શાળામાં જ તૈયાર કરાવ્યા. તે દરેક બોલમાં આમલી, જાંબુ, ગુલમહોર, સીતાફળ અને વિવિધ પ્રકારના બે બીજ નાખીને તે બોલ તૈયાર કરાવી લીધા. આવા લગભગ એક હજાર બોલ તૈયાર કરાવ્યા. તેમાંથી શાળાના દરેક વિદ્યાર્થીને પ્રત્યેકી 10 બોલ આપીને તે પોતપોતાના ઘરની આસપાસ ખેતરમાં બોલ નાનો ખાડો કરીને રોપવાના અને પાણી નાખીને ઝાડ વધારવાનું કામ સોંપવામાં આવ્યું. બાકી સીડ એટીએમ બોલ મંદિરના પરિસરમાં રોપવામાં આવશે.

હજાર સીડ એટીએમ બોલમાંથી 500 ઝાડ જિવાડે તો પણ શાળાના વિદ્યાર્થીઓની મદદથી વૃક્ષ સંવર્ધન કરવાનો સંતોષ મળશે. આ પૂર્વે પણ શાળાના સંકુલમાં ખડકવાળી જમીનને ખેડીને તેમાં રોપેલા છોડ 100 ટકા જિવાડ્યા છે. તે ઝાડને લીધે શાળા પરિસર સુશોભિત થયો છે. એકંદરે સંપૂર્ણ શાળાનું રંગરોગાન અને સ્વચ્છ પરિસર અને લીલાઝમ ઝાડફૂલોથી સજેલો શાળા પરિસર માટે આદર્શ મોડેલ તરીકે ઊભો રહ્યો છે. ગ્રામજનોના સહયોગથી આ બધું શક્ય થયું હોવાનું જગતાપે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓમાં ખુશીનું વાતાવરણ
સીડ એટીએમ બોલ ઉપક્રમ અમલ કરવા પાછળનો ખરો ઉદ્દેશ વિદ્યાર્થીઓના મનમાં પર્યાવરણ વિશે આસ્થા નિર્માણ થઈને વૃક્ષ વાવણી તરફ વિદ્યાર્થીઓ આકર્ષિત થવા જોઈએ તે છે. વિદ્યાર્થીઓએ પોતે માટીના બોલ તૈયાર કરીને તેમાં અલગ અલગ બીજ લગાવ્યાનો આનંદ તેમને મળવાને કારણે તેઓ તે વૃક્ષની દેખભાળ કરશે. વાવેલાં ઝાડ જિવાડ્યા પછીશાળા વસ્તુ ઈનામમાં આપવા પાછળનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રેમી અને વૃક્ષપ્રેમી બને તે જ છે, એમ જગતાપે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...