ટ્રાફિક નિયમ:મુંબઈમાં 1 નવેમ્બરથી કારમાં બધા માટે સીટબેલ્ટ ફરજિયાત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો નિયમનું પાલન કરવામાં નહીં આવે તો પ્રશાસન દ્વારા દંડ ફટકારાશે

પાલઘરમાં સાઈરસ મિસ્ત્રીની કારને દુર્ઘટના અને મુંબઈમાં સીલિંક પર પાંચ વાહનો એકબીજા સાથે અથડાવાની દુર્ઘટનાઓ બાદ મુંબઈ પોલીસે 1 નવેમ્બરથી કાર ડ્રાઈવરો અને બધા પ્રવાસીઓ માટે સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, મુંબઈ પોલીસે શુક્રવારે આ અંગેનો આદેશ જારી કર્યો હતો.

પોલીસે જણાવ્યું છે કે મોટર વેહિકલ્સ (સુધારણા) ધારા 2019ની કલમ 194 (બી) (1) હેઠળ 1 નવેમ્બરથી સેફ્ટી બેલ્ટ વિના કાર ચલાવવી અને સીબેલ્ટ વિના પ્રવાસીઓને બેસાડવા સજાપાત્ર છે. ઉપરાંત જો કોઈ કારમાં સીટબેલ્ટ નહીં હોય તો તેમણે 1લી નવેમ્બર સુધી તે લગાવવાના રહેશે. કારમાં ડ્રાઈવ અને સર્વ પ્રવાસીઓ માટે સીટબેલ્ટ હોવા જરૂરી છે.

હાલમાં કારમાં ડ્રાઈવર અને તેની બાજુમાં બેસનારે સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત છે. જો સીટબેલ્ટ નહીં પહેરે તો લઘુતમ રૂ. 1000નો દંડ છે. જોકે હવે પાછળ બેસનારા પ્રવાસીઓએ પણ સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે. અન્યથા દંડ થશે.

નોંધનીય છે કે થોડા સમય પૂર્વે પાલઘર જિલ્લામાં કાર દુર્ઘટના સર્જાઈ ત્યારે કારની આગળ બેઠેલા ડ્રાઈવર અને સહ-પ્રવાસીને ઈજાઓ થઈ હતી, પરંતુ પાછળ બેઠેલા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રી અને તેમના મિત્રનાં મોત થયાં હતાં. આ પછી પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પાછળ બેસનારા પ્રવાસીઓ માટે પણ સીટબેલ્ટ ફરજિયાત કરવાની ઘોષણા કરી હતી, જેનો હવે મુંબઈ પોલીસ પણ અમલ કરશે.

અન્ય સમાચારો પણ છે...