કાર્યવાહી:મોલમાં નાના બાળકોના મોડેલિંગ માટે ઓડિશનને નામે છેતરપિંડી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંધેરી પોલીસ દ્રારા તિલકનગરની યુવતીની ધરપકડ

મોલમાં એક મહિલાને તેના બાળકનું જાહેરાત માટે ઓડિશન લેવા મનાવીને પછી વિવિધ કારણો આપીને લાખ્ખો રૂપિયા પડાવી લેવા સંબંધે અંધેરી પોલીસે તિલરનગરની રહેવાસી મૌસમી નિમઈચંદ્ર મૈતી (21)ની ધરપકડ કરી છે. દર્શના મીઠબાવકર ફેબ્રુઆરી- માર્ચ 2022માં ફિનિક્સ મોલમાં ગઈ હતી. આરોપીએ તેનો સંપર્ક કરીને તેની બાળકીનું એડવર્ટાઈઝ માટે ઓડિશન લેવા માટે મનાવી લીધી હતી. તે માટે નામ અને મોબાઈલ નંબર લઈ લીધાં હતાં.

આ પછી 13 જુલાઈએ સાંજે ફોન કરીને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની ઓફિસમાંથી વાત કરી રહી છું. બાળકીનું રિલાયન્સ કિડ્સ મોડેલ ઓડિશન માટે સિલેકશન થયું છે. વધુ માહિતી ફોન કરીને અપાશે એમ કહ્યું હતું. આ પછી પોર્ટફોલિયો શૂટિંગ, દસ્તાવેજોની આપૂર્તિ, શૂટિંગ ફી, કોશ્ચ્યુમની રિફંડેબલ ફી સહિત રૂ. 3.54 લાખ અલગ અલગ દિવસે ભરવાની ફરજ પાડી હતી.

આ પછી ફરી રૂ. 3.25 લાખ ભરવા કહેતાં મહિલાએ રિલાયન્સની અંધેરી ઓફિસમાં ફોન કરીને પૂછપરછ કરી હતી, જે સમયે તેને છેતરાઈ હોવાની જાણ થઈ હતી. આથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે બેન્કમાં મહિલાએ નાણાં જમા કર્યા હતા તેને આધારે આરોપીને શોધી કાઢી હતી. તેના બેન્ક ખાતાની રૂ. 2.25 લાખની રકમ જપ્ત કરવામાં આવી છે. તેણે આ રીતે અન્ય મહિલાઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની શક્યતા છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...