ભારત જોડો યાત્રામાં મહારાષ્ટ્રની જનતાએ સારો પ્રતિસાદ અને પ્રેમ આપ્યા છે. તે અમુક લોકોને પચ્યું નથી. રાહુલ ગાંધીએ એક સભામા બિરસા મુંડા બ્રિટિશો સામે ઝૂક્યા નહીં તે કહેતી વખતે તેની તુલના સાવરકર સાથે કરી. મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ શિવસેનાના અને કોંગ્રેસના સાવરકર બાબતે અલગ અલગ મત છે. આમ છતાં તેનાથી આઘાડી પર કોઈ અસર નહીં થશે, એમ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મિડિયા વિભાગના પ્રમુખ જયરામ રમેશે સ્પષ્ટ કર્યું હતું.
શેગાવ ખાતે તેમણેજણાવ્યું કે સાવરકરના મુદ્દા પરથી મહારાષ્ટ્રના અમુક પક્ષ અને સંગઠન નાહર વાતાવરણ ગરમ કરી રહ્યા છે. સાવરકરની બાબતમાં ઐતિહાસિક સત્ય છે તે કઈ રીતે નહીં શકાય? ભારત જોડો યાત્રાનો આ એક જ મુદ્દો નથી. અમે ઈતિહાસને મારીમચડીને રજૂ કર્યો નથી. દ્વિરાષ્ટ્રવાદનો સિદ્ધાંત સાવરકરે જ રજૂ કર્યો હતો. 1942ની ભારત છોડો, ચલે જાઓ ચળવળ સામે આરએસએસનો વિરોધ હતો. જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી બંગાળના ભાગલાના કટ્ટર સમર્થક હતા અને મુસ્લિમ લીગ સાથે તેમને યુતિ કરીને સરકાર સ્થાપી હતી તે ઐતિહાસિક સત્ય છે.
ભારત જોડો યાત્રાને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો હોવાથી અમુક લોકો વિરોધ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની સુરક્ષાની સર્વ ભારત યાત્રીઓને ચિંતા છે, પરંતુ તેમની સુરક્ષામાં કોઈ તડજોડ કરાશે નહીં. ભારત જોડો યાત્રામાં 19મી તારીખે નારીશક્તિનો સ્વ. વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની જયંતી નિમિત્તે પરચો આપતાં 90 ટકા મહિલાઓ સહભાગી થશે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.