આકરી ટીકા:સત્તાર, ગુલાબરાવની મંત્રીપદ પરથી હકાલપટ્ટી કરોઃ ઠાકરે સેના આક્રમક

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • {તેમના મોઢેથી કાયમ ગટરનો મેલ વહે છે એવી આકરી ટીકા

રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેને ગાળાગાળી કરવાના પ્રકરણમાં હવે ઠાકરે સેના આક્રમક બની છે. શિંદે સેના અબ્દુલ સત્તાર, ગુલાબરાવ પાટીલની આકરા શબ્દોમાં ટીકા કરીને તેમની મંત્રીપદ પરથી હકાલપટ્ટી કરવાની માગણી કરવામાં આવી છે. જો આ મંત્રીઓની હકાલપટ્ટી નહીં કરાય તો સરકારની ચોથી ઘંટડી લાગવા માંડશે એવો ઈશારો પણ આપ્યો છે.

દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને સત્તારના રાજીનામાની માગણી કર્યા પછી બુધવારે શિવસેનાની મહિલા નેતાઓએ કોશ્યારીને મળીને સત્તારના રાજીનામાની માગણી કરી હતી.અબ્દુલ સત્તાર મહારાષ્ટ્રના રાજકારણ કે સમાજકારણમાં દખલ લેવા જેવા માણસ નથી. મરાઠવાડાના સિલ્લોડનો આ દેડકો પોતાની અનુકૂળતા અનુસાર અહીંથી ત્યાં કૂદકા મારે છે અને ડ્રાઉ ડ્રાઉ કરે છે. તેના મોઢામાંથી કાયમ ગટરને મેલ વહે છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરા માટે આ શોભતું નથી.

સત્તારના એક ગલિચ્છ, બેશરમ વક્તવ્યને લીધે મહારાષ્ટ્રની ગરદન શરમથી ઝૂકી ગઈ છે. રાષ્ટ્રવાદીના નેતા અને શરદ પવારનાં પુત્રી સુળે પર ટીકા કરતી વખતે સત્તારે પોતાના મોઢાની ગટર એ રીતે ખોલી કે તેમાંથી ફક્ત ગંધ જ બહાર નીકળી. સત્તાર પર મુખ્ય મંત્રીએ કૃષિ મંત્રીપદની જવાબદારી નાખી છે. હાલમાં અતિવૃષ્ટિને લીધે રાજ્યમાં ખેતરોની અવસ્થા દારૂણ છે. આવા સમયે લીલો દુકાળ જાહેર કરીને ખેડૂતોને દિલાસો આપવાનો બદલે આ માણસ આદિત્ય ઠાકરે, સુપ્રિયા સુળે પર બેફામ વક્તવ્ય કરી રહ્યો છે, એમ ઠાકરેના મુખપત્ર સામનામાં જણાવાયું છે.

સત્તારની ભાષા મહારાષ્ટ્રની પ્રતિમાને કલંક લગાવવા સમાન છે.
રાજ્યમાં ઠેકઠેકાણે સત્તારના વિરોધમાં આંદોલન ચાલી રહ્યા છે. સાવિત્રીબાઈ ફુલે, અહિલ્યાબાઈ હોળકર, રાજમાતા જિજાઉ જેવી મહાન સ્ત્રીઓનો વારસો કહેનારું મહારાષ્ટ્ર રાજ્ય છે. સુપ્રિયા વિશે બેશરમ રીતે વક્તવ્ય કરતી વખતે સત્તાની જીભ કપાઈ કેમ નહીં ગઈ? સત્તારને લીધે રાજ્યમાં અસંતોષ છે ત્યારે મુખ્ય મંત્રીના પુત્ર શ્રીકાંત શિંદે સિલ્લોડ ખાતે તેમની સાથે રુઆબથી ફરતા હતા.

ગુલાબરાવ પાટીલની પણ ટીકા
જલગામના ખોખાબાજ ટાઈટ મંત્રી ગુલાબરાવ પાટીલનું સંતુલન બગડવા લાગ્યું છે. અમારાં નેતા સુષમા અંધારેનો ઉલ્લેખ ખોખાબાજ ગુલાબરાવે નટી તરીકે કર્યો. જોકે સત્તાર, ગુલાબરાવ જેવા નટ એલફેલ બકતા હોવાથી રાજ્યની જનતા જોડાફેંક કરી રહી છે. શિંદે જૂથના રવીંદ્ર ચવ્હાણે ભાયખલા પોલીસ સ્ટેશનમાં જઈને દુષ્કર્મના આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું પણ રાજીનામું લેવું જોઈએ. આ તે કેવું મહાનાટ્ય છે? આ તો મહારાષ્ટ્રના માથે દિલ્હીએ મારેલો અભદ્ર પ્રયોગ છે, એમ પણ તેમાં જણાવાયું છે.

સત્તારની ધોતીને આગ
સુળેએ શિર્ડીની રાષ્ટ્રવાદીની શિબિરમાં એવું તે શું કહ્યું કે સત્તારે સુળેને ગાળાગાળી કરવી પડી? મહારાષ્ટ્રના અમુક વિધાનસભ્યોએ પચાસ ખોખા લીધા હોવાનું કહેવાય છે અને એકેય વિધાનસભ્યો અમે ખોખા લીધા નથી એવું સામે આવીને કહ્યું નથી. લોકોએ તેનો શું અર્થ કાઢવાનો? આવા પ્રકારના વિધાન સુળેએ કરવાથી સત્તારની ધોતીને આગ લાગવાનું કોઈ કારણ નહોતું. સત્તારે ઊલટું કહ્યું કે, સુપ્રિયાતાઈને જોઈએ તો તેમને પણ ખોખા આપીશું, જેનો અર્થ સત્તાની ટોપી નીચે ખોખા છે, એમ પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...