ચૂંટણીના મેદાનમાં ઉતર્યા:રાજ્યમાં સરોજ ખાપર્ડે સૌથી વધુ 5 વખત રાજ્યસભામાં ગયા

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રફુલ્લ પટેલ પાંચમી અને સંજય રાઉત ચોથી વખત મેદાનમાં છે

મહારાષ્ટ્ર રાજ્યમાંથી કોંગ્રેસના સરોજ ખાપર્ડે અત્યાર સુધી સૌથી વધુ 5 વખત રાજ્યસભાના સભ્ય પદે કાર્યરત રહ્યા છે. રાષ્ટ્રવાદીના પ્રફુલ્લ પટેલ પાંચમી વખત અને શિવસેનાના સંજય રાઉત ચોથી વખત રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે 6 સીટ માટે 7 જણે ઉમેદવાર અરજી દાખલ કરી છે. રાઉત 2004થી 18 વર્ષ રાજ્યસભાના સભ્ય રહ્યા છે. આ ચૂંટણીમાં ચૂંટાઈ આવશે તે સળંગ ચોથી વખત રાજ્યસભાના સભ્ય બનશે. પ્રફુલ્લ પટેલ લોકસભા અને રાજ્યસભા એમ બને ગૃહના સભ્ય રહ્યા છે. પટેલ હાલ રાજ્યસભાના ચોથી વખત સભ્ય હતા. 2000 થી 2006ના સમયમાં તેઓ પૂરા છ વર્ષ રાજ્યસભાના સભ્ય હતા.

2006માં તેઓ રાજ્યસભામાં ફરીથી ચૂંટાયા હતા. 2009માં લોકસભાની ચૂંટણીમાં જીત્યા બાદ રાજ્યસભા સભ્ય પદ રદ થયું હતું. 2014માં પેટાચૂંટણીમાં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા. 2016 થી 2022 એમ છ વર્ષ તેઓ ફરીથી રાજ્યસભાના સભ્ય તરીકે કાર્યરત રહ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઈંદિરા ગાંધીની નજીકના ગણાતા નાગપુરના સરોજ ખાપર્ડે 1972 થી 200૦ના સમયગાળામાં પાંચ વખત રાજ્યસભાના સભ્ય પદે રહ્યા. તેઓ સતત 24 વર્ષ રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા.

મહારાષ્ટ્રમાંથી ચાર વખત ચૂંટાયેલા નેતા
આબાસાહેબ કુલકર્ણી 1967-70, 1970-1976, 1978-1984 અને 1986-1992 એમ ચાર વખત મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. એન.કે.પી. સાળવે 1978-1984, 1984-1990, 1990-1996 અને 1996-2002, નજમા હેપતુલ્લા 1980-1986, 1986-1992, 1992-1998 અને 1998-2003 (રાજીનામુ), સુરેશ કલમાડી 1982-1988, 1988-1994, 1994 (રાજીનામુ), 1998-2004 અને પ્રફુલ્લ પટેલ 2000-2006, 2006-2009, 2014-2016 અને 2016-2022 રાજ્યસભાના સભ્ય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...