હુકુમ:મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી લંબાઈ, 19 સપ્ટેમ્બર સુધી જેસીનો આદેશ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી સોમવારે કોર્ટે વધુ 14 દિવસ લંબાવી હતી. મુંબઈ સેશન્સ કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. રાઉતની 31 જુલાઈએ પતરા ચાલ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 8 દિવસની ઈડીની કસ્ટડી બાદ તેમને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ઈડીની કસ્ટડી પૂરી થતાં તેમને કોર્ટમાં ફરી હાજર કરાયા હતા. ઈડીએ કસ્ટડી વધારવાની માગણી કરો નહોતી, તેથી તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ રાઉતને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આર્થર રોડ જેલમાં ઘરનું ભોજન અને દવા આપવાની મંજૂરી આપી હતી. ફરી તેમને 5 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. દરમિયાન, તેમની પત્ની વર્ષા રાઉતને પણ ઇડીએ પતરા ચાલ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી.ઈડીએ રાઉત પર પતરા ચાલ કૌભાંડમાં સીધી સંડોવણીનો આરોપ લગાવ્યો છે. તેમના પરિચિત પ્રવીણ રાઉત પતરા ચાલના વિકાસની દેખરેખ રાખતા હતા. તેમને એચડીઆઇએલ ગ્રુપ પાસેથી રૂ. 112 કરોડ મળ્યા હતા, જેમાંથી 1 કરોડ 6 લાખ 44 હજાર રૂપિયા રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા.

આ જ પૈસાથી અલીબાગમાં જમીન ખરીદી હતી. ઇડી વતી આરોપ લગાવવામાં આવ્યો છે, કે સંજય રાઉત જ પ્રવીણ રાઉતની થકી તમામ વ્યવહારો કરતા હતા.મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)નો મુંબઈમાં ગોરેગાવનો પ્લોટને ઇડીના આરોપો અનુસાર, પ્રવીણ રાઉતની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપનીને ડેવલપ કરવાનું કામ આપવામાં આવ્યું હતું.

જોકે આરોપ છે કે તેણે આ જગ્યાનો કેટલોક હિસ્સો ખાનગી બિલ્ડરોને વેચી દીધો હતો. પ્રવીણ રાઉત પર પતરા ચાલમાં રહેતા નાગરિકોને છેતરવાનો આરોપ છે. ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પતરા ચાલમાં 3,000 ફ્લેટ બાંધવા માગતું હતું, જેમાંથી 672 ફ્લેટ ભાડૂતોને આપવાના હતા. બાકીનો ફ્લેટ મ્હાડા અને ડેવલપર વચ્ચે વહેંચવાના હતા, પરંતુ 2010માં પ્રવીણ રાઉતે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપનીનો 25 ટકા હિસ્સો એચડીઆઇએલને વેચ્યો હતો. આ પછી 2011, 2012 અને 2013માં પ્લોટના કેટલાક ભાગો અન્ય ખાનગી બિલ્ડરોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...