લોકાર્પણ:આજે PM મોદીને હસ્તે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગપુરથી શિર્ડી પાંચ કલાકમાં પહોંચી શકાશેઃ જોકે નાગપુર- મુંબઈ માટે વાટ જોવી પડશે

નાગપુરથી શિર્ડીનું અંતર ફક્ત પાંચ કલાકમાં પાર કરવાનું પ્રવાસીઓનું સ્વપ્ન 11 ડિસેમ્બર 2022થી પૂરું થશે. જોકે નાગપુરથી મુંબઈ સીધા 8 કલાકનો પ્રવાસ કરવા માટે હજી એક વર્ષ એટલે કે ડિસેમ્બર 2023 સુધી રાહ જોવી પડશે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું કામ જેમ જેમ પૂરું થતું જશે તેમ તેમ તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે લીધો છે. એ અનુસાર કુલ ચાર તબક્કામાં સંપૂર્ણ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે વાહનવ્યવહાર માટે શરૂ થઈ જશે.

મુંબઈથી નાગપુર 701 કિલોમીટરના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું કામ 2019માં 16 તબક્કામાં શરૂ કરવામાં આવ્યું. આ કામ 2021માં પૂરું થવું અપેક્ષિત હતું. પણ કોરોનાનું સંકટ અને બીજા કારણોસર કામ રખડી પડતા હવે સંપૂર્ણ હાઈવે શરૂ કરવા ડિસેમ્બર 2023ની અંતિમ મુદત નિશ્ચિત કરવામાં આવી છે. 2021નું મૂરત ટળ્યા બાદ એમએસઆરડીસીએ કામ ઝડપી બનાવ્યું. આ હાઈવે પર 701 કિલોમીટરનું કામ પૂરું થવામાં સમય લાગવાનો હોવાથી તબક્કાવાર હાઈવે શરૂ કરવાનો નિર્ણય એમએસઆરડીસીએ લીધો.

એ અનુસાર મે મહિનામાં નાગપુરથી સેલુ બજાર 210 કિલોમીટરનો રસ્તો શરૂ કરવામાં આવનાર હતો પણ પુલ દુર્ઘટનાના કારણે લોકાર્પણ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. હવે નાગપુરથી શિર્ડી 520 કિલોમીટરનું કામ પૂરું થવાથી આ તબક્કાનું 11 ડિસેમ્બરના લોકાર્પણ થશે. એ પછી નાગરિકો માટે આટલો રસ્તો ખુલ્લો થશે અને ફક્ત પાંચ કલાકમાં નાગપુરથી શિર્ડી પહોંચી શકાશે. અત્યારે આટલું જ અંતર પાર કરતા 10 કલાક લાગે છે.

નાગપુરથી ઈગતપુરી મે 2023માં
નાગપુરથી શિર્ડી તબક્કો પૂરો થયા પછી નાગપુરથી સિન્નર 565 કિલોમીટરનો હાઈવે ફેબ્રુઆરીના અંતમાં તો નાગપુરથી ભરવીર જંકશન (સિન્નર-ઘોટી રસ્તો) 600 કિલોમીટરનો તબક્કો માર્ચના અંતમાં પૂરો થશે. તેમ જ નાગપુરથી ઈગતપુરી 623 કિલોમીટરનો તબક્કો મે મહિનાના અંતમાં પૂરો થશે એટલે વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે એવી માહિતી એમએસઆરડીસીના સહહવ્યવસ્થાપકીય સંચાલક અનિલકુમાર ગાયકવાડે આપી હતી.

ખર્ડી ખાતે પુલનું પડકારજનક કામ
ઈગતપુરી સુધીનો હાઈવે પૂરો થયા પછી બાકીના 78 કિલોમીટરનો તબક્કો પૂરો થવા માટે મે મહિના બાદ પાંચથી છ મહિના જેટલો સમય લાગશે. આ તબક્કામાં ખર્ડી ખાતે બે કિલોમીટરનો પુલ છે જે પડકારજનક કામ છે. આ પુલના થાંભલા 74 મીટર ઉંચા હોવાથી છે અને એક તબક્કો 140 મીટરનો છે. આ કામ પૂરું કરવા વધુ સમય લાગશે. તેથી નાગપુરથી થાણે (મુંબઈ) એમ 701 કિલોમીટરનો સંપૂર્ણ એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર 2023 સુધી પૂરો થશે એમ ગાયકવાડે સ્પષ્ટ કર્યું હતું. નાગપુરથી શરૂ થયેલો આ હાઈવે થાણેના આમાણે ગામમાં પૂરો થશે. એ અનુસાર પ્રવાસીઓ ડિસેમ્બર 2023થી કલાકના 120 કિલોમીટરની ઝડપે 8 કલાકમાં પૂરો કરી શકશે.

ભૂસંપાદનનો વિરોધ કરનારા ખેડૂતોને CM શિંદેએ સમજાવ્યા
નાગપુર- મુંબઈ સમૃદ્ધિ હાઈવે બનાવવા માટે ભૂસંપાદનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને કારણે મોટો પડકાર ઊભો થયો હતો. જોકે એકનાથ શિંદે એમએસઆરડીસી ખાતું સંભાળતા હતા ત્યારે ખેડૂતોને કઈ રીતે સમજાવ્યા તેની રસપ્રદ વાત એક મુલાકાતમાં શનિવારે કરી હતી.

શિંદેએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી હતા ત્યારે હું એમએસઆરડીસી મંત્રી હતો. તે સમયે હાઈવેનું કામ શરૂ થયું હતું. ફડણવીસે મને તમારી પર મોટી જવાબદારી સોંપવાની છે એમ કહ્યું હતું. ખેડૂતો દ્વારા ભૂસંપાદન માટે વિરોધ હતો, જેને કારણે મોટો પડકાર હતો. આ વિરોધ ચોક્કસ શા માટે હતો તે જાણવા માટે હું પોતે જમીન પર ઊતર્યો. અમુક ખેડૂતો ખરેખર વિરોધ કરતા હતા.

અમુક ખેડૂતો અલગ કારણો માટે પ્રકલ્પનો વિરોધ કરતા હતા એવું મારા ધ્યાનમાં આવ્યું હતું. આથી મુખ્ય વિરોધ જ્યાં થતો હતો તે બુલઢાણામાં હું પહોંચી ગયો. તે સમયે અમુક પ્રકલ્પબાધિતોએ જમીન સામે વળતર મળ્યું નથી એમ કહ્યું. આથી મેં તેમને વળતર તુરંત મળશે એવું આશ્વાસન આપ્યું. ખેડૂતોને સમજાવ્યા પછી ચાર કલાકમાં વળતર અપાવ્યું અને વિરોધ શમી ગયો. આવા ઘણા પડકારો આવ્યા પરંતુ તેમાંથી માર્ગ કાઢીને પ્રકલ્પને આગળ ધપાવ્યો, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...