લોરેન્સ બિશ્નોઈનો આતંક:સિદ્ધુ મુસેવાલાની હત્યા થયા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવાઈ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલમાનને ધમકી આપનારા બિશ્નોઈના ગુંડાએ મુસાવાલા દ્વારા હત્યા

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મળેલી ગુપ્ત માહિતીને આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. હવે સલમાનની ખાનગી સુરક્ષા સાથે મુંબઈ પોલીસના અડધો ડઝન જવાનો પણ તેના બાંદરા સ્થિત એપાર્ટમેન્ટ આસપાસ તહેનાત રહેશે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગુંડા ગોલ્ડી બરારે હત્યાની જવાબદારી સ્વીકારી છે.

આ જ ગેંગે થોડાં વર્ષો પહેલાં સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધ્યાનમાં લેતાં સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. રાજસ્થાનની બિશ્નોઈ ટોળકી કોઈ હરકત કરે તેને ધ્યાનમાં રાખીને સલમાનના એપાર્ટમેન્ટની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારાયો છે.

લોરેન્સ બિશ્નોઈએ જોધપુરમાં કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાનની હત્યા કરવાની ધમકી આપી હતી. બિશ્નોઈ સમુદાય કાળિયારને પવિત્ર માને છે અને તેનો શિકાર કરવા બદલ તેણે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.2008માં કોર્ટની બહાર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે તે સલમાન ખાનને જોધપુરમાં મારી નાખશે. તેણે એમ પણ કહ્યું હતું કે, અત્યાર સુધી મેં કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે હું સલમાન ખાનને મારીશ ત્યારે તમને ખબર પડશે. હાલમાં મને નાહકનો આ પ્રકરણમાં સંડોવવામાં આવે છે.

કુખ્યાત ગુંડો લોરેન્સ બિશ્નોઈ કોણ છે?
પંજાબ હરિયાણા અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યમાં કુખ્યાત ગુંડા લોરેન્સ બિશ્નોઈનો આતંક છે. તે હાલ જેલમાં હોવા છતાં ત્યાંથી તે દિલ્હી અને આજુબાજુના વિસ્તારના ગુનાખોરી વિશ્વમાં પોતાનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. લોરેન્સ પંજાબના ફજિલ્લા ખાતે અબોહર વિસ્તારનો રહેવાસી છે. તેની વિરુદ્ધ હમણાં સુધી 50થી વધુ લોકોની હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાના ગુના દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...