સરકારને ભલામણ કરશે:ત્રાસવાદી હુમલાથી મહત્વની ઈમારતોના સંરક્ષણ માટે નિયમો

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપાયયોજનાઓનો અભ્યાસ કરીને સરકારને ભલામણ કરશે

બોમ્બ વિસ્ફોટ, ત્રાસવાદી હુમલા વગેરે જેવા માનવનિર્મિત સંકટથી રાજ્યની મહત્વની સરકારી ઈમારતો, ધાર્મિક સ્થળ, પર્યટન સ્થળ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોટી હોટેલ્સ વગેરે જેવા ગિરદી અને અવરજવરવાળી ઈમારતોનું સંરક્ષણ કરવા માટે સ્વતંત્ર સુરક્ષા નિયમાવલી તૈયાર કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

આવી કેટલીક ઈમારતો, ઠેકાણાઓની મુલાકાત કરીને સુરક્ષા નિયંત્રણ નિયમાવલી તૈયાર કરવા માટે મુંબઈ મહાપાલિકાના ભૂતપૂર્વ કમિશનર પ્રવીણ પરદેશીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. માનવનિર્મિત સંકટનો સામનો કરવાની દષ્ટિએ સ્વતંત્ર નિયંત્રણ નિયમાવલી આ પહેલાં 2008માં એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ કરેલી ભલામણો અનુસાર રાજ્યની તમામ મહાપાલિકા, વિશેષ નિયોજન પ્રાધિકરણ, ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ અને પ્રાદેશિક નિયોજન પ્રાધિકરણના કાર્યક્ષેત્રની ઈમારતોની સુરક્ષા સંબંધી વિશેષ નિયમાવલી તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર પ્રાદેશિક અને નગરરચના અધિનિયમમાં સુધારા કરવાનું પ્રસ્તાવિત હતું. પણ એના પર અંતિમ નિર્ણય થઈ શક્યો નહોતો.

મહત્વની ઈમારતો અને ઠેકાણાઓની સુરક્ષાની દષ્ટિએ શું ઉપાયયોજના કરવી પડશે એનો અભ્યાસ કરીને સરકારને ભલામણ કરવા માટે પ્રવીણ પરદેશીની અધ્યક્ષતા હેઠળ નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં નગરરચના વિભાગના ભૂતપૂર્વ સંચાલક નો.રા.શેંડે, પ્રેકટિસિંગ એન્જિનિયર્સ એન્ડ ટાઉન પ્લાનર્સ એસોસિએશનના પ્રતિનિધિ સંદીપ ઈસોરે અને મુંબઈ મહાપાલિકાના ચીફ એન્જિનિયર (વિકાસ નિયોજન)નો સમાવેશ છે.

બે મહિનામાં સમિતિને અહેવાલ આપવાની સૂચના : શહેર નિયોજનના દષ્ટિકોણથી માનવનિર્મિત સંકટથી ઈમારતોની સુરક્ષા માટે વિશેષ સુરક્ષા નિયમ અથવા નિયમાવલી તૈયાર કરવી, વિકાસ નિયંત્રણ અને પ્રોત્સાહન નિયંત્રણ નિયમાવલીમાં જરૂરી હોય ત્યાં સુધારા સૂચવવા, બોમ્બ વિસ્ફોટથી ઈમારતના સ્ટ્રકચરનું સંરક્ષણ કરવા શું ઉપાયયોજના કરવી, ઈમારતની સાર્વજનિક અને ખુલ્લી જગ્યામાં નજર રાખવા સિસ્ટમ વિકસિત કરવા, કટોકટીના સમયે ઈમારતમાંના લોકોનું સ્થળાંતર કરવા,આવી ઈમારતોને પ્રસ્તાવિત સુરક્ષા નિયમાવલી લાગુ કરવા બાબતે વિગતવાર ઉપાયયોજના સૂચવવી, વગેરે માટે સમિતિની કાર્યકક્ષા નક્કી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...