સુવિધા:RTOની ઘેરબેઠાં લર્નિંગ લાઈસન્સ પરીક્ષાની સુવિધા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 લાખથી વધુ ઉમેદવાર પાસ તો 13 હજાર કરતા વધુ નાપાસ

પરિવહન વિભાગે ઈચ્છુક ઉમેદવારોને લર્નિંગ લાઈસન્સની પરીક્ષા વેબસાઈટના માધ્યમથી ઘેરબેઠા કરવાની સુવિધા જૂન 2021થી ઉપલબ્ધ કરી આપી છે. ત્યારથી રાજ્યમાં આજ સુધી 10 લાખ 99 હજાર ઉમેદવારો ઘેરબેઠા આ પરીક્ષા આપીને પાસ થયા છે. 13 હજાર 625 ઉમેદવાર નાપાસ થયા છે. આ પરીક્ષામાં ઉમેદવાર પાસ થવાનું પ્રમાણ 89 ટકા છે એમ પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પરિવહન વિભાગે ઈચ્છુક ઉમેદવારો માટે ઘરેથી ઓનલાઈન પરીક્ષા આપવાની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. પરિવહન વિભાગે ઉપલબ્ધ કરેલી વેબસાઈટ પર ઈચ્છુક ઉમેદવારો લર્નિંગ લાઈસન્સની પરીક્ષા ઘેરબેઠા આપી શકે છે. એમાંથી ઓનલાઈન સેવા વિકલ્પમાં લર્નિંગ લાઈસન્સમાં જઈને આધાર નંબર લિન્ક કરવો પડે છે. આધાર નંબર જોડ્યા બાદ ઓનલાઈન પરીક્ષા આપી શકાય છે.

વેબ કેમેરાની સુવિધા હોવાથી કોણ પરીક્ષા આપે છે એની ખબર પરિવહન વિભાગને પડતી નથી. ઉમેદવારના બદલે દલાલ આ પરીક્ષા આપતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેથી ખોટું કામ જણાય તો અનધિકૃત વ્યક્તિ, ડ્રાઈવિંગ સ્કૂલ, મહા ઈ-સેવા કેન્દ્ર પર ફોજદારી કાર્યવાહી કરવાનો ઈશારો પરિવહન વિભાગે આપ્યો છે.

પણ એ છતાં પરીક્ષા આપનારી ચોક્કસ વ્યક્તિ કોણ છે એ પરિવહન વિભાગને સમજાતું નથી.પરિવહન વિભાગની માહિતી અનુસાર આ સેવા ઉપલબ્ધ કરી આપવામાં આવી ત્યારથી 30 જૂન 2022 સુધી 12 લાખ 23 હજાર 902 જણે ઘેરબેઠા પરીક્ષા આપવા અરજી કરી હતી. એમાંથી 10 લાખ 99 હજાર 195 જણ પરીક્ષામાં પાસ થયા છે અને 13 હજાર 625 ઉમેદવાર નાપાસ થયા છે. 1 લાખ 22 હજાર 477 અરજી વિલંબિત છે.

વિભાગ પ્રમાણે આંકડા : પુણે આરટીઓ અંતર્ગત પરીક્ષા આપનાર સૌથી વધુ ઉમેદવાર પાસ થયા છે. પુણે આરટીઓમાં 97 હજાર 891 અરજી આવી હતી જેમાંથી 12 હજાર 272 અરજી વિવિધ કારણોસર વિલંબિત રહી. 85 હજાર 378 ઉમેદવાર પાસ અને 925 નાપાસ થયા. પિપંરી-ચિંચવડ આરટીઓ અંતર્ગત 70 હજાર 382 અરજી મળી હતી જેમાં 6 હજાર 796 અરજી વિલંબિત છે. પરીક્ષા આપનારામાંથી 63 હજાર 437 પાસ અને 677 ઉમેદવાર નાપાસ થયા. મુંબઈના ચાર આરટીઓમાં પાસ થનારાની સંખ્યા વધારે છે.

તારદેવ આરટીઓ અંતર્ગત ઘેરબેઠા પરીક્ષા આપનારા 57 હજાર 73, અંધેરી આરટીઓ અંતર્ગત 45 હજાર 614, વડાલા આરટીઓ અંતર્ગત 49 હજાર 511, થાણે આરટીઓ અંતર્ગત 52 હજાર 769, કલ્યાણ આરટીઓ અંતર્ગત 43 હજાર 166, વસઈ-વિરાર આરટીઓ અંતર્ગત 22 હજાર 676 જણ પાસ થયા છે. અરજી ન કરતા ટેકનિકલ ભૂલ, બધા કાગળપત્ર રજૂ ન કરવા, પરીક્ષા આપતા વચ્ચે સુવિધા બંધ થવી જેવા કારણોસર સંબંધિત ઉમેદવારની અરજી વિલંબિત રહે છે.

અન્ય સમાચારો પણ છે...