ભાસ્કર વિશેષ:અમરાવતીથી અકોલાનો રસ્તો 5 દિવસમાં તૈયાર,  75 કિમીના આ રસ્તાની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં વૈશ્વિક વિક્રમની નોંધ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરાવતીથી અકોલાનો રસ્તો એટલો ખરાબ હતો કે લોકો કંટાળી ગયા હતા. પણ હવે આ રસ્તો ચકાચક બાંધવામાં આવ્યો છે. અમરાવતીથી અકોલા નેશનલ હાઈવે પર 75 કિલોમીટરનો રસ્તો ફક્ત 5 દિવસમાં બાંધવામાં આવ્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં એની નોંધ કરવામાં આવી છે. સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ નિમિતે રસ્તો બાંધવાનો ઐતિહાસિક, વૈશ્વિક વિક્રમ રચવામાં આવ્યો છે. કોંક્રિટીકરણ સહિત વિશ્વમાં સૌથી લાંબો અને અખંડ અમરાવતી-અકોલા રસ્તા નિર્મિતીની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં કરવામાં આવી છે.

અમરાવતીથી અકોલા નેશનલ હાઈવે પરના રસ્તાનું વિક્રમજનક બાંધકામ 3 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું અને 7 જૂનના પૂરું થયું હતું. 75 કિલોમીટરનો આ રસ્તો ફક્ત 5 દિવસમાં બાંધીને પૂરો કરવામાં આવ્યો. એની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા લેવામાં આવી. રાજપથ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની તરફથી આ રસ્તાનું બાંધકામ કરવામાં આવ્યું છે. લોણીથી બોરગાવમંજુ વચ્ચેના 75 કિલોમીટર રસ્તાનું બાંધકામ બિટૂનિમસ કોંક્રિટ પદ્ધતિથ કરવામાં આવ્યું. આ સમયે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરી ઓનલાઈન પદ્ધતિથી ઉપસ્થિત હતા. આ એક ઐતિહાસિક ક્ષણ છે. મને આ ટીમને અભિનંદન આપતા ઘણી ખુશી થઈ રહી છે. રાજપથ ઈન્ફ્રાકોન પ્રા.લિ. અને જગદીશ કદમે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ કર્યો એ માટે તેમને અભિનંદન આપું છું. 75 કિલોમીટરનો અખંડ બિટૂમિનસ કોંક્રિટ રસ્તો તૈયાર કરવાનું કામ તેમણે કર્યું. તમારા કામના લીધે નવું વિઝન તૈયાર થયું છે. તમામ એન્જિનિયર અને કામદારોનો આભાર માનું છું. સંપૂર્ણ દેશને તમારા માટે ગર્વ છે એમ ગડકરીએ જણાવ્યું હતું.

728 લોકોની ટીમ
અમરાવતીથી અકોલા વચ્ચે નેશનલ હાઈવે નંબર 6 પર અમરાવતીના લોણીથી અકોલાના મુર્તીજાપુર સુધી એક બાજુની બે લેનને ફોર લેન બનાવવાનું કામ 3 થી 7 જૂન દરમિયાન કરવાનું નિયોજન કંપનીએ કર્યું. 3 જૂનના સવારના 6 વાગ્યાથી 7 જૂનના સાંજે 5 વાગ્યા સુધી બિટુમિનસ કોંક્રિટનો વિશ્વનો સૌથી લાંબો રસ્તો તૈયાર કરવામાં આવ્યો. આ કામ માટે 728 જણનો ઉપયોગ કરવામાં આવ્યો. રાજપથ ઈન્ફ્રાકોનનો આ પ્રયત્ન ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝના સંપૂર્ણ નિયમ અનુસાર પાર પાડવામાં આવ્યો હતો. તેમ જ નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈંડિયા દ્વારા આ પ્રકલ્પ કરાર અનુસાર તેની દેખરેખ હેઠળ પૂરો કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...